________________
૧૭૨
પીરસીશ, તે મારી હાંસી થશે, નિંદા થશે. માટે તેની વ્યવસ્થા કરૂં. ત્યારબાદ તેણે બીજું શાક બનાવ્યું અને બધા આનંદ પૂર્વક જમ્યા. તે વખતે ધર્મઘોષ નામના મુનિ તે ઉદ્યાનમાં બીરાજતા. તેમને ધર્મરૂચિ નામના મહાન તપસ્વી શિષ્ય હતા, જે મા ખમણની તપશ્ચર્યા કરતા. માસંખમણને પારણે તેઓ ગૌચરી અર્થે ફરતાં ફરતાં આ નાગથી બ્રાહ્મણને ઘેર જઈ ચડ્યા. બ્રાહ્મણ હર્ષ પામી. અને આ કડવી તુંબડીનું શાક વહેરાવવાનું પાત્ર મહારાજને જાણીને તે શાક તેણે વહરાવ્યું. ધર્મરૂચિ અણગાર ગૌચરી ફરીને ગુરૂ પાસે આવ્યા અને નિયમ મુજબ આહાર બતાવ્યો. કડવી તુંબડીની ગંધથી ધર્મઘોષ મુનિએ તે શાકમાંનું એક બિંદુ લઈને ચાખી જોયું તો તેમને તે કડવું વિષ સમાન લાગ્યું. તેથી તેમણે કહ્યું કે હે શિષ્ય, આ શાક ઝેર સમાન છે માટે તે તમે ખાશે નહિ અને ખાશો તો મરણ પામશે, માટે આ શોકને એકાંત નિર્દોષ જમીનમાં પરઠી આવો. ધર્મરૂચિ અણગાર તે શાક લઈને એકાંત સ્થળે ગયા. અને જયાં શાકનું એક બિંદુ નીચે નાખ્યું, ત્યાં તો શાકની ગંધથી હજારે કીડીઓ ભેગી થઈ ગઈ અને તે ખાવાથી બધી મરણને શરણ થઈ આથી ધર્મરૂચિએ વિચાર કર્યો કે કડવી તુંબીના એક બિંદુ માત્રથી હજાર કીડીઓનો નાશ થયો. તો આ બધા શાકથી કેટલાયે જીવોના જાન જશે! તે મહારે પિતાને જ આ શાક ખાઈ જવું ઈષ્ટ છે. તેમ ધારી તેઓ ત્યાંને ત્યાં બધું શાક ખાઈ ગયા. શાક કેવળ ઝેર સમાન હતું તેથી તેની અસર પ્રણમી ગઈ ધર્મચિને અતુલ વેદના ઉત્પન્ન થઈ. ધર્મરૂચિ અણગારે સંથારો કર્યો. પંચ પરમેષ્ટિનું સ્મરણ કરતાં ભાવ સમાધિમાં તેઓ મૃત્યુ પામ્યા, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
ધમષ સ્થવરે આ વાત જાણું, શાક કયાંથી આવ્યું તે વાત તેમણે પોતાના શિષ્યોને કરી. વાત ગામમાં પણ પ્રસરી અને બધા લોકે નાગશ્રીને ધિક્કારવા લાગ્યાં. ત્રણ બ્રાહ્મણોએ પણ વાત