________________
૧૭૬ કરવા ગયા. સ્થવર મહાત્માએ ધર્મબંધ આપે. બધા વૈરાગ્ય પામ્યા અને પાંડુસેન પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી.
દ્રૌપદી ૧૧ અંગ ભણી, ઘણું વર્ષ સંયમ પાળી એક ભાસને સંથારો કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ જશે. ન્યાય-નિયાણું એ બુરી વસ્તુ છે, મહાન તપ કરવા છતાં તેનાથી મુક્ત
થઈ શકાતું નથી. જેમ દ્રૌપદીએ સુકુમારીકાના ભાવમાં નિયાણું કર્યું તેમ. અપ્રિય વસ્તુનું દાન સુપાત્રને આપવું તે મહાન અનર્થ છે, જેવી રીતે નાગશ્રીએ કડવી તુંબીનું દાન ધર્મરૂચી અણગારને આપ્યું તેમ.
૧૩૧ ધન્યકુમાર (ધન્નો). પ્રતિષ્ઠાનપુર (પૈઠણપુર) નગરમાં ધનસાર નામે શેઠ હતા. તેને ચાર દીકરા હતા. ૧ ધનદત્ત, ૨ ધનદેવ, ૩ ધનચંદ્ર ૪ ધન્યકુમાર ઉર્ફે ધજો. ધન્ને સૌથી ન્હાનો, પણ બુદ્ધિમાં, ગુણમાં, રૂપમાં સર્વથી અધિક હતા. ધન્નાના જન્મવાથી ધનસારના ધનમાં ખૂબ વૃદ્ધિ થયેલી, તેથી શેઠ તેના પર બીજા કરતાં વિશેષ પ્રેમ રાખતા, આથી તેના બીજા ભાઈઓ ધન્નાની અદેખાઈ કરવા લાગ્યા. ધનસારે તેની અદેખાઈ ન કરવા ત્રણે પુત્રોને ઘણું સમજાવ્યા. પણ તેઓ માન્યા નહિ. તેના બાપે દરેકના ભાગ્યની પરીક્ષા કરવા કેટલુંક ધન આપ્યું, પરંતુ ધના સિવાય બીજાઓએ પોતાનું ધન ગૂમાવ્યું, જ્યારે ધન્નાએ પિતાની તીવ્રબુદ્ધિ વડે ઘણું ધન પ્રાપ્ત કર્યું. આથી ભાઈઓની ઈર્ષા વધી. તેમણે ધનાને મારી નાખવાને વિચાર કર્યો. આ વાત ધનાના જાણવામાં આવ્યાથી તે છાનામાને નાસી ગયે. ફરતે ફરતો તે ઉજજયિનીમાં આવ્યો. ત્યાં પોતાના પરાક્રમથી તે રાજ્યનો પ્રધાન થયો. સમય જતાં ધનસાર શેઠની સઘળી સંપત્તિ નાશ પામી. તે ભિખારી બની ગયે; તેથી તે