________________
સ્વયંવર રચે, તેમાં દધિપણું રાજાને આમંત્રણ આપ્યું. નળ રથ વિદ્યામાં પ્રવિણ હતા. એટલે તે દધિપણું સાથે સ્વયંવર મંડપમાં ગયા. ત્યાં નળે પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કર્યું. ભીમક રાજા, દમયંતી વગેરે આનંદ પામ્યા. કુબેરે નળને તેનું રાજ્ય પાછું સોંપ્યું. આખરે નળરાજાએ પોતાનું રાજ્ય પોતાના પુત્રને સોંપી દીક્ષા લીધી અને તેઓ દેવલોકમાં ગયા.
૧૩૯ નારદ એ એક મહાસમર્થ પરિવ્રાજક હતા. તેમણે આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેમના બ્રહ્મચર્ય સંબંધી જગતમાં એટલી પ્રતિષ્ઠા હતી કે તેઓ રાજા મહારાજાઓના અંતઃપુરમાં એકાકી જઈ શકતા. એકવાર તેઓ પાંડવોના અંતઃપુરમાં ગયા, ત્યાં માતા કુંતા વગેરેએ તેમને વંદન કર્યું, પરંતુ સમ્યફદષ્ટિ સતી દ્રૌપદીએ તેમને વંદન કર્યું નહિ, આથી નારદને રોષ થયા. તેમણે દ્રૌપદીનું અભિમાન ઉતારવાનો નિશ્ચય કર્યો, અને ધાતકીખંડમાં પધર નામના રાજા પાસે જઈ દ્રૌપદીના અથાગ રૂપૌંદર્યની પ્રશંસા કરી, રાજાને કામવિહવલ બનાવ્યો. પોધર રાજાએ દેવ મારફતે દ્રૌપદીનું હરણ કર્યું, આખરે પાંડવોએ યુદ્ધ કરી દ્રૌપદીને મેળવી. નારદનો જાતિસ્વભાવ એક બીજાને લડાવી મારવાનો હતો, અને તેથી તેમને આનંદ થતો. કૃષ્ણ અને તેમની પત્નીઓ રૂક્ષ્મણ તથા સત્યભામા વચ્ચે વારંવાર તેઓ ચકમક ઉત્પન્ન કરાવતા અને પાછા તેઓ પિતેજ સમાવી દેતા. તપશ્ચર્યા અને બ્રહ્મચર્યના પ્રતાપે નારદમુનિ મૃત્યુ પામી દેવલોકમાં ગયા, ત્યાંથી મનુષ્યનો એકજ ભવ કરી તેઓ મોક્ષમાં જશે.
૧૪૦ નિર્ગતિ (પ્રત્યેકબુદ્ધ) ગાંધાર દેશમાં પુષ્પવૃદ્ધ નામનું નગર હતું, ત્યાં સિંહાથ નામે રાજા હતા. એકવાર તે નગરમાં કોઈ એક સોદાગર કેટલાક