________________
૨૧૨
વિલાપ તથા કેશ આપવાની પ્રતિજ્ઞાની વાત કરી, આથી પ્રદ્યુમ્ન નારદ સાથે દ્વારિકામાં ગયો. માતાપિતાને ઘણો આનંદ થયે. કૃષ્ણ તેને ઘણું રાજ્ય કન્યાઓ પરણાવી. પ્રદ્યુમ્નને અનિરુદ્ધ વગેરે પુત્ર થયા. છેવટે તેમણે એમ પ્રભુ પાસે દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા.
૧૫૩ પ્રભવ સ્વામી
ભરતક્ષેત્રમાં વિંધ્યાચળ પર્વત પાસે જયપુર નામનું નગર હતું. ત્યાંના વિંધ્ય રાજાને બે પુત્રો હતા. હેટાનું નામ પ્રભવ, અને હાનાનું નામ પ્રભુ. પ્રભવ મોટો હોવા છતાં, કોઈ કારણસર રાજાએ તેને રાજ્ય ન આપતાં પ્રભુને રાજ્ય સોંપ્યું, તેથી પ્રભાવ અભિમાનપૂર્વક નગરની બહાર નીકળી ગયો અને વિંધ્યાચળ પર્વતની વિષમ ભૂમિમાં એક ગામ વસાવીને રહ્યો. તેણે પોતાના જેવા પાંચસે સાગ્રીતે ઉભા કર્યા, અને તે સર્વત્ર લૂંટફાટ ચલાવવા લાગ્યો.
એવા સમયમાં જંબુકુમારનું લગ્ન થયું, અને શ્વસુર પક્ષ તરફથી વિપુલ સંપત્તિ મળતાં આ વખતે જંબુકુમાર પાસે ૯૯ ક્રોડ સોનામહોરોની મિલ્કત થઈ હતી. આ વાતની પ્રભવને ખબર પડી એટલે તે પિતાના ૫૦૦ સાગ્રીત ચોરે સાથે જંબુકુમારને ઘેર આવ્યા. ત્યાં જંબુકુમારના પુણ્ય પ્રભાવે તે થંભી ગયે; અને જંબુકુમારના ઉપદેશે વૈરાગ્ય પામી, તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે આકરી તપશ્ચર્યાઓ કરવા માંડી અને તેઓ સૂત્ર સિદ્ધાન્તમાં પારંગત થયા. જંબુસ્વામીના નિર્વાણ પછી તેમની પાટ પર શ્રી પ્રભવ સ્વામી બિરાજ્યા. તેઓ ૧૦૫ વર્ષનું આયુષ્ય ભોગવી, મહાવીર પ્રભુ પછી ૭૫ વર્ષે એટલે વિક્રમ સંવત પૂર્વે ૩૯૫ માં કાળધર્મ પામી દેવલોકમાં ગયા.