________________
૨૨૪
ત્યાં તે પ્રસન્નચંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું; તેને ઉત્સવ ઉજવવા દેવતાઓ જતા હતા, વાજિંત્રો સાંભળી શ્રેણિકે પૂછયું પ્રભુ, આ શું? પ્રભુએ કહ્યુંઃ પ્રસન્નચંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું તેને દેવતાઓ ઉત્સવ કરે છે. આ સાંભળી શ્રેણિકરાજા પ્રસન્ન થયા, અને પ્રભુને નમસ્કાર કરી સ્વસ્થાનકે ગયા. જેનાગમનું રહસ્ય ભાવનાના બળ પર આવલંબેલું છે તે આ વાત પરથી સમજાશે.
૧૫૮ પાર્શ્વનાથ. વારાણસી નગરીના અશ્વસેન રાજાને વામાદેવી નામની પટરાણું હતી. તે રાણીએ એકવાર ચૈત્ર વદિ ચોથની રાત્રિએ સુખશયામાં સૂતા થકા, ચૌદ સ્વમ જેયાં. સ્વપ્રપાઠકએ સ્વમો જાણે રાજા રાણુને કહ્યું કે તમારે ત્યાં મહાન તીર્થકરને જન્મ થશે. આ સાંભળી રાજા રાણીને અત્યંત હર્ષ થયા. રાણી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સવા નવ માસે પિશ વદિ ૧૦ ના રોજ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો જન્મ થયો. ઈકોએ આવી તેમને જન્મ
ત્સવ ઉજજો. પિતાએ સંબંધીજનોને આદરપૂર્વક જમાડી,વામાદેવીએ કૃષ્ણપક્ષની એક રાત્રિએ સ્વમામાં પસાર થતાં સપને જેવાથી પુત્રનું નામ પાર્શ્વનાથ પાડયું. બાલ્યકાળ વીતાવી પાર્શ્વનાથ યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને કુશસ્થળ નગરના પ્રસન્નજિત રાજાએ પોતાની પ્રભાવતી નામે પુત્રી પરણાવી. પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે મનુષ્ય સંબંધીના સુખભોગ ભોગવવા લાગ્યા. એકવાર પાર્શ્વકુમારે ગેખમાં બેઠા બેઠા કેટલાક લોકોને ફૂલ વગેરેની છાબડીઓ લઇને હર્ષભેર શહેર બહાર જતા જોયાં. સેવક પુરુષને પૂછતાં તેમણે જાણ્યું કે કમઠ નામનો એક તાપસ આવ્યો છે, તેની પૂજા કરવા માટે લોકે જાય છે. આથી પાર્શ્વકુમાર ત્યાં ગયા. કમઠ ત્યાં પંચાગ્નિ વડે તપશ્ચર્યા કરે છે, તે સ્થળે જેને મતિ, શ્રત અને અવધિજ્ઞાન થયેલું છે એવા શ્રી પાર્શ્વકુમારે અગ્નિમાં નાખેલાં પિલા લાકડામાં સપને છે. આથી તેમણે પેલા તાપસને કહ્યું –મહાત્મન, તમે તપશ્ચર્યા