________________
૨૨
આ સાંભળી પ્રદેશી રાજા ધર્મ પામ્યો. કેશી સ્વામી પાસેથી તેણે બારવ્રત ધારણ કર્યા. તેણે પિતાના રાજ્યનો ચોથો ભાગ પરમાર્થ માટે કાઢયા, દાનશાળા બંધાવી, પિતાના રાજ્યને રામરાજય બનાવી દીધું અને વ્રત નિયમ સામાયક પૌષધ વગેરે શ્રાવકની ક્રિયાઓ કરતો પરદેશી રાજા આત્મભાવના ભાવવા લાગ્યા. કેશીસ્વામી પરદેશી રાજાને સદાય રમણિક રહેવાને બોધ આપી વિહાર કરી ગયા.
પ્રદેશી રાજા સતત ધર્મ ધ્યાનમાં મગ્ન રહે છે. રાજ્ય પિતાના પુત્રને સેપ્યું છે. તેની રાણી સૂરિકાન્તા રાજાના આ કૃત્યથી ઈષ પામી. રાજા આખો દહાડો પૌષધશાળામાં રહી ધ્યાન ધરે તે તેને ગમ્યું નહિ. તેથી સૂરિકાન્તાએ રાજાને મારી નાખવાને વિચાર કર્યો. એક વાર પ્રદેશી રાજા આનંદમાં હતા, તે વખતે રાણીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવી. તેમાં ઝેર ભેળવ્યું અને રાજાને તે રસોઈ જમાડી. (ગ્રંથાધારે) ઝેરથી રાજાને શરીરમાં ખૂબ વેદના ઉત્પન્ન થઈ. રાજા જાણી ગયો કે આ કૃત્ય ભારી રાણીએ કર્યું છે. છતાં એક રેમમાં પણ તેણે રાણુનું દુષ્ટ ચિંતવ્યું નહિ. ઝેરના પ્રસરવાથી ખૂબ વેદના પામી આત્મ ચિંત્વન કરતાં, સર્વ વર્ગની ક્ષમાપના લઈ સમાધિપૂર્વક પરદેશી રાજા મૃત્યુ પામ્યા અને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામે મહા ઋદ્ધિવંત દેવ થયા. ધન્ય છે પ્રદેશી રાજાને, કે જે નાસ્તિક છતાં કેશી સ્વામી જેવા મહાપુરૂષના સમાગમથી આત્મકલ્યાણ પામ્યા.
૧૫૭ પ્રસન્નચંદ્ર રાજર્ષિ. તેઓ પિતનપુર નગરીના રાજા હતા. પ્રભુ મહાવીરની દેશના સાંભળી, પિતાના બાળપુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી; અને ભ. મહાવીર પાસે સૂત્રને સારો અભ્યાસ કર્યો. તેઓ ફરતા ફરતા પ્રભુ સાથે રાજગૃહ નગરમાં આવ્યા; અને એક સ્થળે ધ્યાનસ્થ