________________
૨૨૩
રહ્યા. તેવામાં શ્રેણિક મહારાજા પોતાના સુમુખ અને દુ`ખ નામના એ સૈનિકા સાથે પ્રભુના દર્શને જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ધ્યાનસ્થ પ્રસન્નચંદ્રરાજર્ષિને જોઈ દુર્મુખ માલ્યાઃ—અરે સુમુખ, જો તા ખરા કે આ ધ્યાનમાં બેઠેલા મુનિને તેના બાળપુત્રની જરાયે દયા નથી, દુશ્મના તેની નગરી પર ચડી આવ્યા છે, અને તે તેના બાળપુત્રનું રાજ્ય લઈ લેશે, તેમજ તેની પત્ની પણ કાંઈ ચાલી ગઈ છે. સૈનિકના આ શબ્દો પ્રસન્નઅે સાંભળ્યા કે તરત જ તેનું ધ્યાન ભંગ થયું. મુનિ આધ્યાન ધરવા લાગ્યા. આ વખતે શ્રેણિકે પ્રભુ મહાવીરને પૂછ્યું:—ભગવાન, આ વખતે પેલા ધ્યાનસ્થ મુનિ કાળધર્મ પામે તેા કઈ ગતિમાં જાય ? પ્રભુ ખેાલ્યાઃ—“ સાતમી નરકે.” શ્રેણિક આ સાંભળી આશ્ચર્યાન્વિત અન્યા, તેણે વિચાર્યું કે સાધુની સાતમી નરક હોય નહિ, માટે મારા સાંભળવામાં ભૂલ થઈ હશે, એમ વિચારી પુન: શ્રેણિકે પૂછ્યું: પ્રભુ, કઈ ગતિ ? ભગવાને કહ્યું:–અત્યારે તેઓ કાળધર્મ પામે તેા સર્વાસિદ્ધ વિમાનમાં જાય. શ્રેણિકને આ ભેદની ખબર પડી નિહ. તેણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું: હું શ્રેણિક, હારા દુર્મુખ સૈનિકે જ્યારે કહ્યું કે આ મુનિના સાંસારિક ખાળપુત્ર પર દુશ્મનેા ચડી આવ્યા છે, ત્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિ આખ્યાન ધરવા લાગ્યા, અને મનના પ્રણામેા વડે હથિયારા બનાવી દુશ્મના પર ફેંકવા લાગ્યા. આથી તેઓ સાતમી નરકના અધિકારી થયા, પણ જ્યારે પોતાના માનસિક કલ્પનાના હથિયારા ખૂટી ગયા ત્યારે તે પૂર્ણ ક્રોધાયમાન થને પોતાનાં માથા પરને લેાખડી મુગટ શત્રુઓ પર ફેંકી તેમના નાશ કરવાનું ઈચ્છયું, તે વખતે જેવાજ તેમણે માથા પર પેાતાના હાથ મૂકા, કે તરત જ તેમનું મસ્તક લાચ કરેલું જાણી, તેમને મુનિપણાનું ભાન આવ્યું. તે સુનિપણામાં ક૨ેલી દુર્ભાવનાના ત્યાગ કરી શુકલ લેસ્યામાં અત્યારે પ્રવૃત્ત થયા છે તેથી તેઓ જો આ વખતે કાળધર્મ પામે તે સર્વાસિદ્ધ વિમાનમાં જાય. આમ વાત કરે છે,