________________
દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, અને હું પ્રથમ વાસુદેવ; તેમજ ચક્રવર્તી અને તીર્થંકર થઈશ! આ અભિમાનને લીધે મરિચિએ ત્યાંજ નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. તેમણે ઘણું ભવો કર્યો અને નીચ ગાત્ર કર્મનું ફળ તેમણે મહાવીરના ભાવમાં ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થઈને ભગવ્યું. મરિચિ તે પછી કાળધર્મ પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં ગયા.
૧૭૪ મરદેવી માતા અધ્યા નગરીમાં ત્રીજા આરાના યુગલ યુગમાં નાભિરાજા અને ભરૂદેવી એકી સાથે (જેડલે) જન્મ્યા હતા. નિયમ મુજબ બંનેએ વિવાહ કર્યો. તેમને એક યુગલ અવતર્યું, તે ઋષભદેવ અને સુમંગલાના નામથી પ્રસિદ્ધ થયું. ભ. ઋષભદેવે દીક્ષા લીધી, ત્યારથી ભરૂદેવી પુત્રમોહને લીધે ઘણું શોકમાં રહેતા; ને વારંવાર ભરતને ભગવાનની સારસંભાળ રાખવાનું સૂચન કરતા. જ્યારે પ્રભુને અધ્યામાં કૈવલ્યજ્ઞાન થયું ત્યારે મરૂદેવી માતાને હાથી પર બેસાડી ભરત મહારાજા પ્રભુની સુખસાહ્યબી બતાવવા લઈ ગયા. ત્યાં સમવસરણની અપૂર્વ રચના જોઈ સંસારની અસારતાનું મરૂદેવીને ભાન થયું. તેઓ ભાવનાના પ્રવાહમાં વન્યા, અનુક્રમે ક્ષપક શ્રેણિમાં પ્રવેશતાં હાથી પરજ તેમને કૈવલ્યજ્ઞાન થયું; અને તેઓ મેક્ષમાં ગયા.
૧૭૫ મલ્લીનાથ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિતશોકા નામની રાજ્યધાની હતી. તેમાં બળ રાજા રાજ્ય કરતો હતો, તેને ધારિણું પ્રમુખ એક હજાર રાણુઓ હતી. ધારિણી દેવીને મહાબળ નામને કુમાર હતા. તેને રૂપ, સૌન્દર્યવાન પાંચ રાજ્યકન્યાઓ પરણાવવામાં આવી હતી. તેમની સાથે મહાબળ મનુષ્યના કામગ સંબંધીનું સુખ ભોગવતો રહેતો હતો. એકદા ધર્મઘોષ નામના સ્થવીર તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બળરાજા પણ વંદન કરવા આવ્યો. મુનિની દેશનાથી રાજા વૈરાગ્ય પામ્યા અને મહાબળને રાજ્ય સોંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો.