________________
૨૪૧ આ મહાબળકુમારને છ બાળમિત્રો હતા, જે સઘળા સાથે જન્મેલા અને વૃદ્ધિ પામેલા હતા. તેમજ તે સાતે જણાએ સાથે દીક્ષા લેવાનો નિરધાર કર્યો હતો. તે સમયે ઈદ્રકુંભ ઉદ્યાનમાં ધર્મઘોષ નામના સ્થવીર પધાર્યા. મહાબળ વંદન કરવા ગયે. મુનિના ઉપદેશથી તે બોધ પામ્યો અને પિતાના છ બાળમિત્રોને પૂછી દીક્ષા લેવાનું ધર્મઘોષ મુનિને કહીને તે સ્વસ્થાનકે ગયે.
ત્યારબાદ તે પોતાના છ મિત્રો પાસે આવ્યો અને સર્વ વાત નિવેદન કરી. છ મિત્રો પણ દીક્ષા લેવા તૈયાર થયા. મહાબળે પિતાના પુત્રને રાજ્ય સોંપી છ જણની સાથે ધર્મદેષ મુનિ પાસે દીક્ષા લીધી અને તપ સંયમમાં વિચારવા લાગ્યા.
એક વખતે આ સાતે જણાએ મળીને એવો નિશ્ચય કર્યો કે આપણે બધાએ સરખી જ તપશ્ચર્યા કરવી. બધા કબુલ થયા અને ઉપરા ઉપરી ઉપવાસ, છઠ, અઠમ આદિ નાની મ્હોટી તપશ્ચર્યા કરવા માંડી. મહાબળે વિચાર કર્યો કે હું બધાથી વધારે તપશ્ચર્યા કરૂં. એમ ધારી
જ્યારે પેલા છ જણ એક ઉપવાસ કરે ત્યારે મહાબળ બે ઉપવાસ કરે, પેલા બે ઉપવાસ કરે ત્યારે મહાબળ ત્રણ ઉપવાસ કરે. એમ દરેક વખતે એકેક ઉપવાસની મહાબળ વધારે તપશ્ચર્યા કરે. આ પ્રમાણે પેલાથી છાની અને ભાયા કપટપણે ઘણું વર્ષો સુધી તપશ્ચર્યા કરી. આ માયા કપટના પરિણામને બંધ પડે અને મહાબળ મુનિએ સ્ત્રીનામ કર્મ ઉપાર્જન કર્યું. અભુત તપશ્ચર્યા અને વીસ સ્થાનકના સેવન વડે મહાબળે તીર્થકર ગોત્ર બાંધ્યું. અનુક્રમે સાતે જણું કાળ ધર્મને પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી પેલા છ મિત્રો ભરતક્ષેત્રના જુદા જુદા નગરમાં રાજ્યકુમારેપણે ઉત્પન્ન થયા, અને મહાબળ કુમાર ત્યાંથી એવી મિથિલાનગરીમાં કુંભરાજાની પ્રભાવતી રાણુની કુક્ષિએ પુત્રીપણે ઉત્પન્ન થયા. પિતે તીર્થકર થશે, તેથી છપ્પન કુમારીકાઓએ અને ૬૪ ઈદ્રોએ