________________
२२७
સાધ્વીનું વસ્ત્ર મળવા લાગ્યું. એટલે તેમણે ઢંકને કહ્યું કે તમારા પ્રમાદથી મારૂં વસ્ત્ર ખળ્યું. ઢ ંકે કહ્યુંઃ મહાસતીજી, હમે તૃષા ખેાલે છે. તમારા મત પ્રમાણે તે। આખું વસ્ત્ર મળ્યા પછી જ વસ્ત્ર બન્યું કહેવાય. · બળવા માંડયું ત્યાંથી મળ્યું' એવા તેા પ્રભુ મહાવીરને મત છે. આથી પ્રિયદર્શીનાએ પોતાની ભૂલ જોઈ અને પ્રભુ પાસે પ્રાયશ્ચિત લીધું.
'
૧૬૦ પુંડરિક, કું ડરિક.
પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકની નામની રાજધાની હતી. ત્યાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી નામે રાણી હતી, તેનાથી તેને બે પુત્રા થયા. ૧ પુંડરીક, ૨ કુંડરીક. તે સમયે ધર્મધાષ નામના સ્થવીર તે નગરીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યાં. પદ્મરાજા વંદન કરવા આવ્યા. મુનિએ ધમ મેધ આપ્યા. રાજા વૈરાગ્ય પામ્યા અને પુંડરીકને રાજા અને કુંડરીકને યુવરાજ પદે સ્થાપી તે દીક્ષિત થયા. પુનઃ ધાષ સ્થવીર કરતા કરતા તે નગરીમાં પધાર્યાં. પુંડરીક અને કુંડરીક વાંદવા ગયા. ધર્મએાધ સાંભળી પુંડરીક શ્રાવક થયા અને કુંડરીકે દીક્ષા લીધી. નિઃરસ આહાર કરવાથી કુંડરીકને એકવાર શરીરમાં દાહવર થયા. જેથી મહા વેદના થઈ. અનુક્રમે શરીર ક્ષીણ થયું. કેટલેક કાળે ફરીથી સ્થવીર ભગવાન કુંડરીક સાથે તે નગરીમાં પધાર્યાં. પુંડરીક વંદન કરવા આવ્યેા. પેાતાના ભાઈની વ્યાધિમય સ્થિતિ જોવાથી પોતાની દાનશાળામાં ચાગ્ય ઔષધથી ઉપચારા કરવાનું તેણે સ્થવીરને જણાવ્યું. થવીર ભગવાને રજા આપી. કુંડરીક પેાતાના સંસારી ભાઈની દાનશાળામાં ગયા. અનેક પ્રકારની વિશુદ્ધ દવાથી શરીર સારૂં થઈ ગયું. પછી કુંડરીક ભાતભાતના સ્વાદિષ્ટ ભેાજન જમવા લાગ્યા. પરિણામે સંયમમાં સ્થિર ન રહેતાં તે શિથિલાચારી બની ગયા, તેમજ દીક્ષા છેાડીને સંસારમાં પ્રવેશવાના સંકલ્પે કરવા લાગ્યા. એકદા તે પુંડરીકની નગરીના રાજમહેલ પાછળના