________________
૨૨૬ પ્રભુને ઉપદ્રવ કરે છે, આથી શીધ્ર તે ત્યાં આવ્યો. પ્રભુને વંદન કરીને તે ધરણેન્દ્ર દેવે પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું એક સુવર્ણ કમળ બનાવ્યું. અને પિતાના સર્પવત શરીરથી પ્રભુની પીઠ તથા પડખાને ઢાંકી દઈ સાત ફણ વડે પ્રભુના માથે છત્ર ધર્યું. પાસે ધરણેન્દ્રની સ્ત્રીઓ ગીત નૃત્ય કરવા લાગી. ત્યારબાદ તે દેવે મેઘમાળીને ઠપકો આપ્યો. મેઘમાળીએ પિતાની ભૂલ કબુલીને ઉપસર્ગને હરી લીધો. અપકારી ઉપર ઉપકાર કરીને અનેક જીવને તેઓના પૂર્વ ભવ કહી સંભળાવીને પ્રભુએ તાર્યા; અને પોતે કર્મદળનો ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા.
દીક્ષા લીધા પછી ૮૪ દિવસે પ્રભુને ચિત્ર વદિ ૧૪ ના રોજ કવલજ્ઞાન થયું. તેમને આર્યદત્ત વગેરે ૧૦ ગણધરો થયા. પાર્શ્વપ્રભુના શાસન પરિવારમાં ૧૬૦૦૦ સાધુએ, ૩૮૦૦૦ સાધ્વીઓ, ૧ લાખ ૬૪ હજાર શ્રાવકો અને ૩ લાખ ૭૭ હજાર શ્રાવિકાઓ હતાં. ૭૦ વર્ષનું ચારિત્ર પાળી, એકંદર ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુ શ્રાવણ શુદિ આઠમે મેક્ષ પધાર્યા.
પાર્શ્વપ્રભુના માતા, પિતા અને સ્ત્રી પ્રભાવતીએ પણ દીક્ષા લીધી હતી, અને તેઓ પણ મોક્ષમાં ગયા.
૧૫૯ પ્રિયદર્શના. તે પ્રભુ મહાવીરની પુત્રી હતી. તેને જમાલી વેરે પરણવવામાં આવી હતી. પ્રિયદર્શનાએ પ્રભુના ઉપદેશથી પિતાના સ્વામી સાથે એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી હતી, અને તેઓ ચંદનબાળા સાથે વિચરતા હતા. એકદા જમાલીની શ્રદ્ધા ફરી. તે માનવા લાગ્યો કે “કાર્ય કરવા માંડ્યું ત્યાંથી કર્યું કહેવાય નહિ” પ્રિયદર્શના પણ તેમના પૂર્વ પતિના આ મતમાં ભળી ગયા. ફરતા ફરતા તેઓ શ્રાવસ્તિ નગરીમાં ઢક નામના કુંભારની શાળામાં ઉતર્યા. ઢક વીરપ્રભુનો ભક્ત હતો. તેણે પ્રિયદર્શનાને ઠેકાણે લાવવા તે ન જાણે તેમ તેમના પર એક અગ્નિનો તણખો નાખે, આથી પ્રિયદર્શના