________________
૨૩૨ લેવાની પરવાનગી આપી. એવામાં ભ. ઋષભદેવ ત્યાં પધાર્યા. ભરતરાજાએ સુંદરીની દીક્ષામાં અંતરાય આપ્યા બદલ પ્રભુ પાસે પશ્ચાત્તાપ કર્યો. સુંદરીએ ત્યાં દીક્ષા લીધી. સખ્ત તપશ્ચર્યા કરતાં અને ચારિત્રનું વિશુદ્ધ પાલન કરતાં બ્રાહ્મી અને સુંદરીને કૈવલ્યજ્ઞાન થયું. કેટલેક કાળ કૈવલ્યપ્રવજ્યમાં વિચરી, અનેક જીવોનો ઉદ્ધાર કરી તેમણે અષ્ટાપદ પર્વત પર અનશન કર્યું અને તેઓ મોક્ષમાં ગયા.
૧૬૬ બૃહસ્પતિદત્ત. સર્વભદ્ર નામનું નગર હતું, છતશત્રુ નામે રાજા હતા, તેને એક મહેશ્વરદત્ત નામને પુરોહિત હતો. જે ચાર વેદને જાણનારે હતો. આ પુરોહિત, રાજાને રાજ્યની વૃદ્ધિ અર્થે હોમ કરાવતે હતો. આ હોમ શેને હતો ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના જીવતા બાળકને તે હોમ કરાવતો હતો. જીવતા તેઓનું માંસ કાઢી તેના પિંડ બનાવી તે હેમમાં રાજા પાસે હોભાવતો હતો. આઠમ ચૌદશને દિન દરેક વર્ગમાંથી બબ્બે બાળક લઈ આઠ બાળકે, ચોથે મહિને સોળ બાળકો, છઠે મહિને ૩૨, અને વર્ષ પુરૂ થતાં ૬૪. તથા શત્રુભય હોય ત્યારે ૪૩ર બાળકોના પ્રાણ લઈ ઉપદ્રવ શાંતિનો હોમ કરાવતો હતો. આવી રીતે પુષ્કળ પાપ ઉપાજન કરીને મહેશ્વરદત્ત ત્રણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરી ગયો . અને પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરની સ્થીતિ ભોગવી કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની સ્ત્રી વસુદત્તાની કુખમાં ઉત્પન્ન થયે. જન્મ થતાં તેનું નામ બૃહસ્પતિદત્ત રાખવામાં આવ્યું. યુવાવસ્થાએ તે પહોંચ્યો ત્યારે કૌશાંબી નગરીના શતાનિક રાજાના કુંવર ઉદાયન સાથે તેને મિત્રાચારી થઈ શતાનિક રાજા કાળક્રમે મૃત્યુ પામ્યા અને ઉદાયનને રાજ્ય મળ્યું. બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો અને ઉદાયનના અંતેઉરમાં જવા આવવા લાગ્યો. પરિણામે