________________
૨૩૦
૧૬૪ અળભદ્ર.
શ્રી તેમનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ વાસુદેવના મેટા ભાઈ ખળભદ્ર નામે નવમા બળદેવ હતા. તેમના પિતાનું નામ વસુદેવ, અને માતાનું નામ રાહિણી. કૃષ્ણ અને બળભદ્રને અત્યંત સ્નેહ હતા. (વાસુદેવ અને બળદેવ જેવી પ્રીતિ ખીજા કાઈ ને હાય નહિ ) જ્યારે દ્વારિકા નગરી ખળી, અને કૃષ્ણ તથા ખળદેવ તે અગ્નિ શમાવવા અસમ અન્યા ત્યારે તેઓ પેાતાના માતાપિતાને રથમાં બેસાડી, અશ્વને બદલે પાતે રથને ખેંચી, ત્વરાએ બહાર નીકળતા હતા, તે વખતે નગરીના દરવાજો તૂટી પડવાથી તેમના માતાપિતા ચગદાઈ ને મરણ પામ્યા અને અને ભાઈ એ જલ્દીથી નાસી છૂટી વનમાં આવ્યા. ત્યાં શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. બળદેવ પોતાના ભાઈના શબ (મૃતક) પર આંસુ સારતા સ્થિરવત્ એસી રહ્યા. તે વખતે તેમને મેધ આપવા દેવતા ત્યાં એક ધાણી ઉભી કરી તેમાં રેતી પીલવા લાગ્યા. આથી બળભદ્રે તેમને કહ્યું કે વૃથા મહેનત કેમ કરેા છે ? શું આ રીતે રેતી પીલવાથી તેલ નીકળે તેમ છે ? ત્યારે તે દેવાએ કહ્યું ભાઈના શબ પર દિવસેાના દિવસે સુધી આંસુ પાડી બેસી રહેવાથી શું તે જીવતા થાય તેમ છે? આથી મળદેવ સમજ્યા અને તેમણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. ત્યારબાદ બળભદ્ર દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સખ્ત તપ કરીને, તેઓ કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલાકમાં દેવ થયા. ત્યાંથી નીકળી તેઓ આવતી ચેાવીસીમાં તીર્થંકર થશે.
આમ
૧૬૫ બ્રાહ્મી અને સુંદરી.
ભગવાન ઋષભદેવને સુમ’ગળા અને સુનંદા નામની ખે સદ્ગુણસંપન્ન રાણીઓ હતી. તેમાંની પહેલી સુમંગળા દેવીએ જે જોડકાંના જન્મ આપ્યા તેના નામ ૧ ભરત અને ૨ બ્રાહ્મી અને