________________
પ
કરા છે, પણ તેમાં જીવની હિંસા થાય છે, એને આપને ખ્યાલ છે ? એમ કહી પાર્શ્વકુમારે પોતાના સેવક પાસે સર્પવાળુ પાકું લાકડું ઢાકાના દેખતાં બહાર કઢાવ્યું અને ધીરેથી તે ચીરાવ્યું,: તા અ દાઝેલે એવા એક સ` તેમાંથી નીકળ્યા. પાર્શ્વકુમારે, તેને નવકારમંત્ર સંભળાવ્યા, જેને પ્રભાવે તે સ` સદ્ભાવનાએ મૃત્યુ પામીને ધરણેન્દ્ર નામે દેવ થયા. લેાકાએ ત્યાં તાપસની નિંદા કરી. હડધુત થયેલા તાપસે અન્ય સ્થળે જને ધાર તપશ્ચર્યાં કરવા માંડી. યથા સમયે તે મૃત્યુ પામીને અજ્ઞાનકસહનને કારણે ભુવનપતિ દેવલાકમાં મેઘમાળી નામને દેવ થયેા.
પાર્શ્વકુમાર ઘેર આવ્યા. પેાતાને ભાગાવલી કમ પુરુ' થયું જાણી તેમણે દીક્ષા લેવાના વિચાર કર્યાં. તે વખતે અવસર જાણી લોકાંતિક દેવાએ આવી તેમને પ્રાથૅના કરી કે હે સ્વામી, તી પ્રવર્તાવા. જૈન માના ઉલ્હાર કરા. આથી પાર્શ્વનાથે વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ દીક્ષિત બની ચાલી નીકળ્યા. તેમની સાથે બીજા ૩૦૦ રાજાઓએ પણ દીક્ષા લીધી. પાર્શ્વપ્રભુએ ૩૦ વર્ષ પૂરા થતાં સયમ ગ્રહણ કર્યાં. તેજ વખતે તેમને મનઃ પવજ્ઞાન પ્રાપ્ત થયું.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પાર્શ્વપ્રભુ એકવાર એક તાપસના આશ્રમ પાસે આવ્યા અને ત્યાં કાયાત્સગ ધ્યાને ઉભા. આ વખતે પેલા મેઘમાળી દેવે પ્રભુને ધ્યાનમાં ઉભેલા જોયા. તરત જ તેને પોતાનું પૂર્વ ભવનું વૈર યાદ આવ્યું, એટલે તેણે ભગવાનને ઉપસગ આપવા માટે હાથીઓ તથા સિંહા વગેરેના અનેક રૂપે ધરી ઉપદ્રવ કરવા લાગ્યા. પણ ભગવાન પેાતાના ધ્યાનથી લેશ પણ ચલિત ન થયા. એટલે તેણે આકાશમાં વિજળીએ તથા ગર્જનાઓ સાથે મુશળધાર મેધની વૃષ્ટિ કરી. જોતજોતામાં મેધના અસ્ખલિત પ્રવાહે પ્રભુના કાન સુધી પાણી આવી ગયું; છતાં પ્રભુ ડગ્યા નહિ. જ્યારે તે પાણી નાકના અગ્રભાગ ઉપર પહોંચ્યું, ત્યારે ધરણેન્દ્ર દેવનું આસન ચલ્યું. તેણે અવિધજ્ઞાનથી જોતાં જાણ્યું કે કમઠ તાપસના જીવ મેઘમાળી
૧૫