________________
૨૨૧ કેશી–એક વાર એક પુરુષે રાંધવા માટે લાકડાં સળગાવ્યાં. પછી
તે કામસર કયાંય ગયો, ત્યારબાદ આવીને જોયું તો લાકડાં બુઝાઈ ગયેલાં, તેણે લાકડાંને ફેરવીને તરફ જોયું, પણ કયાંઈ અગ્નિ દેખાય નહિ. માટે હે રાજા, તું મુંઢ ન થા,
અને સમજ કે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી–મહારાજ ! ક્ષત્રિય, ગાથાપતિ, બ્રાહ્મણ અને ઋષિ એ ચાર
પ્રકારની પરિષદમાં તમે મને મુંઢ કહીને મહારું અપમાન
ન કરે. કેશી–હે પ્રદેશ, તમે જાણે છે, છતાં મારી સાથે વક્રતાથી
(આડાઈથી) કેમ વર્તો છો ? પ્રદેશી–મહારાજ, મેં પ્રથમથી જ વિચાર કરે કે વક્રતાથી
વર્તીશ તેમ તેમ મને જ્ઞાનનો લાભ મળશે. કેશી–રાજન, વ્યવહાર કેટલા પ્રકાર છે તે તમે જાણે છે ? પ્રદેશી–હા, ચાર પ્રકારને (૧) માગનારને આપે પણ વચનથી
સંતે નહિ. (૨) વચનથી સંતોષ પમાડે, પણ કંઈ આપે નહિ. (૩) આપે અને સંતોષ પમાડે, (૪) આપે નહિ અને સંતોષ પણ પમાડે નહિ. તેમાં આપે અને સંતોષે તે
ઉત્તમ અને છેલ્લો કનિષ્ટ છે. પ્રદેશ–પ્રભુ, હાથી અને કંથવાને જીવ પણ સરખો હશે ? કેશી–હા, રાજન, જેમ એક મકાનમાં દીવો મૂકી મકાન બંધ
કરે તે તેને પ્રકાશ બહાર નહિ આવતાં તે મકાનમાં જ રહે. વળી તે દીવા ઉપર ટોપલો ઢાંકી દે તે તે ટોપલા જેટલી જ જગ્યામાં પ્રકાશ આપે, તેવી રીતે જીવ કર્મોદયથી જે શરીરને બંધ કરે, તેટલામાં જ અવગ્રાહીને રહે.