________________
૨૧૫
પૂર્વના જાણનાર શ્રી કેશીસ્વામી શ્રાવસ્તિ નગરીનાં કાઇક ઉદ્યાનમાં પધાર્યા. લેાકાના ટાળેટાળાં શ્રી કેશી સ્વામીને વંદન કરવા જવા લાગ્યા. આ દ્રશ્ય ચિત્ત સારથીના જોવામાં આવ્યું. માણસાને પૂછતાં જણાયું કે શ્રી કેશી સ્વામી નામના વિદ્વાન મહાત્મા પધાર્યા છે. ચિત્ત સારથી સ્નાન કરી, વસ્ત્રાલંકારો પહેરી કાષ્ટક ઉદ્યાનમાં ગયા. શ્રી કેશી સ્વામીને વંદન કર્યું. કેશી સ્વામીએ દેશના આપી, ચિત્ત સારથી પ્રતિમાધ પામ્યા, અને કેશી સ્વામીને વંદન કરી તેણે કહ્યું :–પ્રભુ, તમારા ઉપદેશ ખરેખર બુડતા જીવાને આધારભૂત છે, મ્હને તમારા ધર્મ પ્રત્યે માન અને રૂચિ ઉત્પન્ન થયાં છે. માટે હું સાધુ થઈ શકતા નથી; પરંતુ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરાવેા, કેશી સ્વામીએ તેને ખાર વ્રત ધરાવ્યા. ચિત્ત સારથી તેમના ઉપાસક થયા અને પછી તે સ્વસ્થાનકે ગયેા.
કેટલેાક વખત વીત્યા બાદ ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં જવા તૈયાર થયા. અશ્વ રથ પર બેસીને માણસા સાથે તેણે પ્રયાણ કરવા માંડયું. પ્રથમ તે કેશી સ્વામીને વંદન કરવા આવ્યા, તેમને વંદન કરીને કહ્યું:–પ્રભુ, હું શ્વેતાંબિકા નગરીમાં જાઉં છું, આપ ત્યાં કૃપા કરી પધારશો. કેશી સ્વામી આ સાંભળી મૌન રહ્યા. ચિત્તે ક્રીથી આમત્રણ કર્યું. છતાં તે મૌન રહ્યા. જ્યારે ત્રીજી વખત કહ્યું, ત્યારે કેશી સ્વામી ખેલ્યાઃ—હૈ ચિત્ત સારથી, ભયંકર વન હાય, જેમાં વાધ, વરૂ, સિંહ રહેતા હાય અને વાના સંહાર કરતા હોય, ત્યાં પશુ પક્ષીએ આવે ખરાં ? ચિત્તે કહ્યું:ન આવે, પ્રભુ.
કેશી—તા પછી તમારી નગરીના રાજા અધર્મી છે, તા સાં કેવી રીતે આવું ?
ચિત્ત—પ્રભુ, આપને પ્રદેશી રાજા સાથે શું નિસ્બત છે ? ત્યાં ઘણા સા વાહ, શેઠ, શાહુકારા રહે છે તે બધા આપને વંદન કરવા આવશે અને આહાર પાણી વહેારાવશે.