________________
ર૧૩
૧૫૪ પ્રભાવતી.*
આ વિશાળા નગરીના ચેટક રાજાને ૭ પુત્રીઓ હતી. તેમાં એક પ્રભાવતી પણ હતી. તેને સિંધુ–સવીર દેશના ઉદાયન રાજા વેરે પરણાવવામાં આવી હતી. તેમને અભિચિ નામે પુત્ર થયો હતો. ભ. મહાવીરની દેશના સાંભળી પ્રભાવતીને દીક્ષા લેવાની અભિલાષા થઈ અને ઉદાયન રાજા પાસે રજા માગતાં તેણે કહ્યું કે હમે દેવપદવી પામે તે મને પ્રતિબંધ આપવા આવજે. રાણીએ આ કબુલ કર્યું અને દીક્ષા લીધી. ખૂબ તપશ્ચર્યા અને અંતિમ સમયે અનશન કરી પદ્માવતી દેવલોકમાં ગઈ, એટલે આપેલા વચન પ્રમાણે તેણે ઉદાયન રાજાને પ્રતિબોધ પમાડે.
૧૫૫ પ્રભાસ ગણધર+
રાજગૃહિ નગરીમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્રા નામની પત્ની હતી, તેનાથી તેમને એક પુત્ર થશે. તે કર્ક રાશી તથા પુષ્ય નક્ષત્રમાં જન્મવાથી તેનું નામ પ્રભાસ પાડયું. અનુક્રમે તે વેદાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. આ પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યાના
* જૈનાગમમાં પ્રભાવતી, ધારિણી વગેરે નામનાં ચરિત્રો ઘણાં આવે છે, પરંતુ તે બહુ જ ઓછી માહિતીવાળાં, અને ખાસ આપવા જેવાં ન હોઈ અત્રે આપ્યાં નથી.
+ ભ. મહાવીરને જે ૧૧ ગણધરે થયા તે સર્વ બ્રાહ્મણ હતા. તે અગીયારે સમર્થ અધ્યાપકો અપાપા નગરીમાં સામિલના યજ્ઞમાં આવેલા, દરેકને જુદી જુદી શંકાઓ હતી, તે સઘળી ભ. મહાવીરે દૂર કરી, તેથી તે બધાએ પોતાના ૪૪૦૦ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, અને તેઓ પોતાના જ્ઞાન, ચારિત્રના બળે પ્રભુ મહાવીરના ગણધર (પટ્ટ શિખ્યા) થયા હતા.