________________
૨૦૨
મૂછિત બન્યો. તે યુવરાજ છતાં જલ્દી રાજ્ય મેળવવા ખાતર પોતાના પિતાનું મૃત્યુ ઈચ્છી, મારી નાખવાની યુક્તિ ખેળવા લાગ્યું. તેણે મિત્ર નામના એક હજામને બોલાવ્યા. જે રાજ્યને વિશ્વાસુ હજામ હતો અને અંતઃપુરમાં પણ જતો. નંદીવર્ધને પિતાને વિચાર તેને જણાવ્યો અને હજામત કરતાં કરતાં પોતાના પિતાના ગળામાં અસ્ત્રો બેસી દેવા હજામને કહ્યું, સાથે સાથે અર્ધી રાજ્ય આપવાની લાલચ બતાવી. હજામે તે કબુલ કર્યું, પરંતુ પાછળથી તેને વિચાર થયો કે જે રાજા આ વાત જાણે તો મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરે; તેથી તે બન્યો અને રાજા પાસે જઈ તેણે નંદીવર્ધનની દુષ્ટતાની વાત જાહેર કરી. આથી રાજા ઘણો ગુસ્સે થયો અને નંદીવર્ધનને પકડી મંગાવ્યો. તેના હાથ પગ બાંધ્યા અને તેને લોખંડના ધગધગતા સિંહાસન પર બેસાડ્યો. તેના પર ધગધગતું સીસું, તાંબુ રેડાવ્યું અને ખૂબ ઉકળેલાં તેલથી તેનો અભિષેક કરાવ્યો. લોખંડના ધગધગતા હાર તેના કંઠમાં પહેરાવ્યા. લોખંડનો ગરમ મુગટ પણ પહેરાવ્યો, નંદીવર્ધન ખૂબ પિકાર કરવા લાગ્યો, પણ કર્મના કાયદાની સામે કોઈ થઈ શકતું નથી. પરિણામે કાળને અવસરે તે કાળ કરીને પહેલી, નરકમાં ગયા. ત્યાંથી અનંત સંસારમાં ભટકી આખરે મુક્તદશાને પામશે. સાર–રાજયલોભ એ બુરી વસ્તુ છે. (૨) ગુન્હેગારને અલ્પ ગુન્હાના બદલામાં ભયંકર શિક્ષા કરવી એ પણ એક મહાન ગુન્હ છે.
૧૪૬ નંદીષણ યુનિ. મગધ દેશમાં નંદી નામે ગામ હતું. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ હતો, તેને સોમિલા નામની સ્ત્રી હતી. તેમને નંદીષેણ નામે પુત્ર થયો. પૂર્વના પાપકર્મના ઉદયે નંદીષેણનું શરીર કદરૂપું હતું. પેટ મેટું, નાક વાંકું, કાન તૂટેલા, આંખ ત્રાંસી, માથાના વાળ પીળા, શરીર ઠીંગણું, આવી બેડોળ સ્થિતિ જોઈ સૌ કોઈને નંદીષણ પ્રતિ સૂગ ચડતી. કાળાન્તરે માબાપ મરી જતાં નંદીષેણ એકલો થઈ પડે,