________________
૨૫ તેમના પર મુગ્ધ બની. એકંદર તેઓ બહેતર હજાર સ્ત્રીઓના સ્વામી થયા. સૌથી છેલ્લી તેઓ દેવક રાજાની પુત્રી દેવકીને પરણ્યા. નિયાણાના પ્રતાપે હેમને સંસાર વધારો પડ્યો.
૧૪૭ નંદીષેણ કુમાર, તેઓ શ્રેણિક રાજાના પુત્ર હતા. ભ. મહાવીરની દેશના સાંભળી, તેમને વૈરાગ્ય થવાથી દીક્ષા લેવા તત્પર થયા. તેવામાં એક દેવે અંતરિક્ષમાંથી નંદીષેણને કહ્યું: હે કુમાર, હમણું તું દીક્ષા ન લે, તારે હજુ ભોગાવલી કર્મ બાકી છે, છતાં નંદીષેણે તે માન્યું નહિ. ભગવાન મહાવીરે પણ તેને ધીરજ ધરવાનું કહેવા છતાં, તેણે દીક્ષા લીધી; અને આકરી તપશ્ચર્યા કરવા માંડી. એકવાર ગૌચરી અર્થે નીકળતાં તેઓ એક વેશ્યાને ઘેર જઈ ચડયા. મુનિને દેખી વેશ્યાને વિકાર થયો. વેશ્યાએ કહ્યુંઃ મહારાજ, અહિં તો અર્થની ભિક્ષા છે ! સમજ્યા ? એમ કહેતાં જ તે હસી પડી. મુનિ લોભાયા. હેમણે પિતાના તપબળે ઉત્પન્ન થયેલી લબ્ધિનો ઉપયોગ કરી તે સ્થળે ધનનો એક મોટો ઢગલો કર્યો અને તેઓ રસ્તે પડયા. વેશ્યાએ મુનિ પાસે જઈ કહ્યુંઃ મહારાજ, આ તમારું ધન તમે લઈ જાઓ, મારે ન જોઈએ. જો તમે અહિં મારી સાથે રહેવાનું કબુલ કરે, તો જ હું આ ધન લઉં. નંદીષેણે વેશ્યાનું કથન કબુલ કર્યું. તેમણે પિતાનો સાધુવેશ ઉતારી નાખ્યો, અને તેઓ વેશ્યાને ત્યાં રહ્યા. પરતું એવો નિયમ કર્યો કે હમેશાં ૧૦ પુરુષોને બુઝવી દીક્ષા અપાવ્યા પછી જ પિતાને આહાર કરે. આ આકરી પ્રતિજ્ઞા પણ નંદીષેણ પિતાના તપોબળ અને જ્ઞાનના પ્રભાવે પાળવા લાગ્યા. કેઈ એક દિવસે તેમણે ૯ પુરુષોને બુઝવ્યા અને દીક્ષિત બનાવ્યા, પરંતુ એક જણને દીક્ષા આપવાનું બાકી રહ્યું. નંદીષેણે ઘણો પ્રયત્ન કર્યો, પણ દીક્ષા લેનાર દશમો પુરુષ કોઈ નીકળ્યો નહિ. આથી નંદીષેણે પોતે જ દીક્ષા લીધી; અને પ્રભુ પાસે જઈ પિતાના પૂર્વ