________________
૨૦૯
વિનાશ થશે. તે સાંભળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે ધન્ય છે જાલી, ભયાલી, પ્રદ્યુમ્ન, કનેમિ આદિ કુમારને, કે જેઓએ રાજવૈભવને ત્યાગ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી ! હું તે અભાગ્યવાન, અપુણ્યવંત છું અને કામગમાં મૂછ પામ્યો છું, જેથી દીક્ષા લેવા સમર્થ નથી. પ્રભુએ તેને મનેભાવ તરતજ કહી દીધું અને કહ્યું કે વાસુદેવ દીક્ષા લેતા નથી, લીધી નથી અને લેશે પણ નહિ. કૃષ્ણ કહ્યું – ત્યારે હે પ્રભો ! હું અહિંથી મૃત્યુ પામીને કયાં જઈશ? પ્રભુએ કહ્યું –હે કૃષ્ણ, દ્વારિકા નગરી બળતી હશે ત્યારે તું તારા માતાપીતા અને ભાઈની સાથે નીકળી જઈશ. રસ્તામાં તારા માતાપિતા મરણ પામશે. ત્યાંથી તું અને બળદેવ પાંડવ મથુરા ભણી જતાં કોસંબીવનના વૃક્ષની નીચે પૃથ્વીશિલા પર જરાકુમારના બાણથી વીંધાઈને તું મરણ પામીશ અને મરીને ત્રીજી નરકમાં જઈશ. આ સાંભળી શ્રીકૃષ્ણ ત્રાસ પામ્યા અને ચિંતા કરવા લાગ્યા. પ્રભુએ કહ્યું. ચિંતા ન કર કૃષ્ણ. ત્યાંથી તું નીકળીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાંડુદેશના શતકાર નગરમાં આમમ નામે અરિહંત-તીર્થકર થઈશ અને મોક્ષમાં જઈશ. આ સાંભળી કૃષ્ણને ઘણે હર્ષ આવી ગયું. તેમણે સાથળ પર હાથ પછાડી હર્ષમય શબ્દોચ્ચાર વડે સિંહનાદ કર્યો. ત્યાંથી પ્રભુને વંદન કરી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા.
શ્રીકૃષ્ણ રાજ્યમાં આવી ઢઢેરો પીટાવ્યો કે અગ્નિકુમાર દેવના પ્રકેપથી દ્વારિકા નગરી બળીને ભસ્મ થવાની છે, માટે જેને દીક્ષા લેવી હોય તે તૈયાર થઈ જાય અને તેમના કુટુંબના નિર્વાહની સઘળી વ્યવસ્થા હું કરીશ.
શ્રી કૃષ્ણની રાણી પદ્માવતીને વૈરાગ્ય થયો હતો તેથી તે દીક્ષા લેવા માટે તૈયાર થઈ અને શ્રીકૃષ્ણની આજ્ઞા માગી. શ્રીકૃષ્ણ વાસુદેવે ધામધૂમપૂર્વક પદ્માવતીને દીક્ષા–મહોત્સવ કર્યો અને તેમનાથ પ્રભુ