________________
૨૦૩
એટલે તેના મામાને દયા આવવાથી તે તેને પેાતાને ઘેર લઈ ગયા.. તેના મામાને સાત પુત્રીએ હતી, તેમાંની કાઈ એકને તેણે આ નદીષેણ સાથે લગ્ન કરવાનું કહ્યું, પરન્તુ કોઈ પુત્રીએ તે કબુલ કર્યું. નહિ. આથી પોતાના કર્મને દોષ આપી નદીષેણુ મામાના ઘરમાંથી ચાલી નીકળ્યા.
ક્રૂરતા કરતા તે રત્નપુર નગરના એક ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક સુખી ગૃહસ્થનું યુગલ એકબીજાને આલિંગન આપી ક્રીડાસુખ ભાગવતું હતું, તે જોઇ નંદીષેણુને પેાતાના દુ:ખી જીવન પર કંટાળા આવ્યા, તેણે આત્મહત્યા કરવાનેા વિચાર કર્યાં અને નજીકના જંગલમાં આવ્યા, ત્યાં સુસ્થિત નામના એક મુનિના હૈને દર્શન થયા. મુનિએ તેના પરિચય પૂછી મનુષ્યના કામભાગ અને સંપત્તિ અનિષ્ટકારી હોવાના અદ્ભુત ખેાધ આપ્યા, પરિણામે વૈરાગ્ય પામી નદીષેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે જીવનભર છઠે છઠના પારણા કરવાના અભિગ્રહ લીધેા; અને ગુરૂની સેવા કરતાં ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તેમને એવા નિયમ હતા કે એકાદ મુનિની વૈયાવચ્ચે (સેવા) કર્યાં પછી જ પેાતાને આહાર કરવેા. આમ ઘણાં વર્ષ સુધી તેમણે કર્યું, પરિણામે તેમની ભક્તિના સ્થળે સ્થળે વખાણ.
થવા લાગ્યા.
એકવાર ઈંદ્રની સભામાં આ નદીષેણુ મુનિના વખાણ થયા. તે એક મિથ્યાત્વી દેવને રૂચ્યા નહિ. તેણે મુનિની પરીક્ષા કરવાને નિશ્ચય કર્યાં; અને એક રાગગ્રસ્ત સાધુનું રૂપ ધરી તે રત્નપુરીના ઉદ્યાનમાં બેઠા; વળી તે દેવ બીજા એક સાધુનુ રૂપ ધરી, નદીષેણ પાસે આવ્યા. તે વખતે નદીષેણ મુનિ પારણું કરવા બેસતા હતા. દેવ મેલ્યાઃ રે, નદીષેણુ, આવા જ તારા સેવાભાવ કે? મારા ગુરૂ અતિસારના રાગથી પીડાય છે, ને તું નિરાંતે ભાજન કરે છે? નદીષેણુ ચમકીને ખેલ્યાઃ મહારાજ, માક્ કરીશ. ચાલેા બતાવેા,, ક્યાં છે તે ગુરૂ મહારાજ ?