________________
૧૯૮
સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા; ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે.
૧૪ર નંદ બળદેવ. કાશીદેશમાં અગ્નિસિંહ નામને રાજા હતો. તેને જયંતી નામે રાણું હતી. તેનાથી નંદ નામે પુત્ર થયો. તે સાતમે બળદેવ કહેવાયો. તેમણે ભગવાન અરનાથ સ્વામીના શાસનમાં દીક્ષા લીધી. ૫૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ (મોક્ષ) પામ્યા.
૧૪૩ નંદ મણીયાર. એક સમયે શ્રમણભગવંત મહાવીર પ્રભુ રાજગૃહી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. તે વાત સુધર્મ દેવલોકના દર નામના દેવે અવધિજ્ઞાનથી જાણી, તેથી તે દેવ પ્રભુને વંદન કરવા આવ્યો. સભામાં નાટયકળા આદિ કરીને પ્રભુને વાંદીને તે દેવ સ્વસ્થાનકે ગયો. તે સમયે ભ૦ મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું. હે ભગવાન, આટલી દિવ્ય દેવઋદ્ધિ આ દેવને કેવી રીતે પ્રાપ્ત થઈ ? ભગવાને કહ્યું –
આ રાજગૃહ નગરમાં નંદ નામને મણિયાર રહેતો હતો. તે ઘણે ઋદ્ધિવંત હતો. એક સમયે ફરતો ફરતો હું આ નગરીના ઉદ્યાનમાં આવ્યો. રાજા શ્રેણિક અને પરિષદ્ વંદન કરવાને આવી. તે વખતે નંદમણિયાર પણ વંદન કરવા આવ્યો. અને ધર્મ સાંભળીને નંદમણિયાર બારવ્રતધારી શ્રાવક થયો. પછી હું ત્યાંથી નીકળીને બહાર દેશમાં વિહાર કરવા લાગ્યો. હવે નંદમણિયારને સાધુ દર્શન, અને સેવા ભક્તિનો વેગ ન મળવાથી તે સમક્તિથી ભ્રષ્ટ થવા લાગે, અને મિથ્યાત્વી બની ગયો. એક વખત ગ્રીષ્મરૂતુના જેઠ માસમાં . નંદમણિયાર અઠમભક્ત તપ કરીને પૌષધશાળામાં રહ્યો હતો, તે વખતે