________________
આંબા પર પડી. તે દેખી રાજાને અત્યંત આનંદ થશે. એમ કરતાં વસંત અને ગ્રીષ્મઋતુ પસાર થઈ અને તે અંબો સૂકાયો. તે દરમ્યાન રાજાની દૃષ્ટિ ફરીવાર તેજ આંબા પર પડી. આ વખતે
આ વેરાન હતું. તેના પર ફૂલ, ફળ વગેરે ન હતાં. આંબાને નિસ્તેજ દેખી રાજા વિચારમાં પડય; અહો ! થેડા વખત પહેલાં ખીલેલો આ આંબો આજે એકાએક નિસ્તેજ કેમ દેખાય છે? તેનાં ફળ ફૂલ વગેરે ક્યાં ગયાં ? શું દરેક ચીજમાં અસ્ત થવાને ગુણ હશે ? હા. જરૂર, નિર્ગતિ રાજા આત્મવિચારણને માર્ગે વળે. તેને જડ અને ચેતનનું ભાન થયું. શરીર અને આત્માની ભિન્નતા તેણે પ્રત્યક્ષ જોઈ. પૌગલિક અને આત્મિક સ્થિતિનું હેને ભાન આવ્યું. તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજા ઘેર આવ્યો. વૈરાગ્ય દશા વધી અને તેજ દશામાં તેણે સ્વયંમેવ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા અંગીકાર કરી. અમુક દિવસે ૧ કરકંડુ, ૨ દ્વિમુખ, ૩ નિમિરાજ, ૪ નિર્ગતિ એ ચારેય પ્રત્યેકબુદ્ધ એકઠા થયા અને એક બીજાના દોષને જોતાં આત્મભાવના ભાવતાં, કેવત્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
૧૪૧ નિષધકુમાર, દ્વારિકા નગરીના રાજા શ્રીકૃષ્ણના મોટાભાઈ બળભદ્રને રેવતી નામની પત્ની હતી. તેને મહા પ્રતાપી એ નિષધકુમાર નામે પુત્ર થયો. કિશોરાવસ્થામાં ૭૨ કળાઓ શીખી તે પ્રવિણ બન્યો. યુવાવસ્થા પામતાં પિતાએ તેને ૫૦ કન્યાઓ સાથે પાણગ્રહણ કરાવ્યું. એકદા પ્રસ્તાવે ભગવાન નેમિનાથ પ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. નિષધકુમાર સુંદર વસ્ત્રાભૂષણ પહેરી, રથમાં બેસી, હેટાં સૈન્ય સાથે પ્રભુને વંદન કરવા ગયે. ભગવાને દેશના આપી. નિષધકુમારે વૈરાગ્ય પામી પ્રભુની પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા.
નિષધકુમારનું તેજવી મુખવદન જોઈ વરદત્ત નામના ગણધરે