________________
ઘોડાએ લઈ વેચવા આવ્યા, તેમાં એક સુંદર ઘોડે રાજાએ ખરીદ્યો, અને તેની પરીક્ષા કરવા માટે, રાજા તે ઘડાને લઈ શહેર બહાર આવ્યો અને ઘોડા પર બેસી તેણે લગામ ખેંચી, કે તરતજ તે ઘોડે પવન વેગે ઉડે. તેને ઉભે રાખવા રાજાએ લગામ ખેંચી, પણ તે અવળી લગામનો હોવાથી ઉભું ન રહ્યો, આખરે રાજાએ જાણ્યું કે તે અવળી લગામને હોવો જોઈએ, એમ ધારી અવળી લગામ ખેંચતા ઘોડો ઉભો રહ્યો. આ વખતે રાજા હજાર ગાઉ દૂર નીકળી ગયે હતો; અને એક વિશાળ પહાડ પર આવ્યો હતો. રાજા ઘોડા પરથી નીચે ઉતર્યો, તો તેણે બાજુમાં એક મેટે રાજમહાલય જેઃ રાજા તે મહેલમાં દાખલ થયે. આખો મહેલ સુનકાર હતો. તે જોઈ રાજા આશ્ચર્ય પામ્ય, તેવામાં જ એક નવયુવાન સુંદરીએ રાજા સામે આવી, તેને આવકાર આપ્યો.
રાજાએ આશ્ચર્ય પામી તે સુંદરીનો પરિચય પૂછ્યું, એટલે સુંદરીએ કહ્યુંઃ રાજન ! હું વૈતાઢય પર્વત પરના તેરણપુર નામક નગરના રાજાની પુત્રી છું. મારું નામ કનકમાળા છે. મારા રૂપ પર મોહિત થઈ વાસવદત્ત નામનો વિદ્યાધર મને પરણવાની ઈચ્છાથી અહિં લઈ આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખબર પડતાં તે મને બચાવવા આવ્યો, પરિણામે બેઉ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિદ્યાધર તથા મહારો ભાઈ મૃત્યુ પામ્યા. રાજન ! હું હવે અહિં એકલી જ છું. હું તમારા રૂપ પર પ્રસન્ન થઈ છું, માટે આપ મારી સાથે લગ્ન કરો. રાજાએ કનકમાળાની વિનતિ સ્વીકારી, તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. ત્યારબાદ બંને રાજ્યમાં આવ્યા અને હમેશાં વિમાનમાં બેસી ફરવા જવા લાગ્યા, તેથી સિંહરથ રાજાનું ‘નિર્ગતિ’ એવું નામ પડયું.
નિર્ગતિ રાજાને બગીચામાં ફરવાને બહુ શોખ હતો. તે રોજ બગીચામાં આવે અને લીલીછમ જેવી વનસ્પતિ દેખી આનંદ પામે. એકવાર નિગ્નઈ (નિર્ગતિ) રાજાની દષ્ટિ ફળફૂલથી ખીલેલા એક