________________
૧૮૫
૧૩૪ ધર્મનાથ રત્નપુર નગરના ભાનુરાજાની સુવતા રાણીના ઉદરમાં ભગવાન ધર્મનાથ વૈજયંત વિમાનમાંથી ચ્યવી વૈશાક શુદિ સાતમે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. મહા શુદિ ત્રીજે પ્રભુને જન્મ થયે. દિકુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈદ્રોએ પ્રભુને મેરૂ પર્વત પર લઈ જઈને જન્મોત્સવ કર્યો. પિતાએ પણ જન્મોત્સવ ઉજવ્યો. માતાને પ્રભુ ગર્ભમાં આવતાં ધર્મ કરવાને દોહદ થએલે લેવાથી આ ભાવી તીર્થકરનું “ધર્મનાથ” એવું નામ પાડયું. ધર્મનાથ યૌવનાવસ્થા પામ્યા ત્યારે તેમને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી. અઢી લાખ વર્ષ વ્યતીત થયા પછી ધર્મનાથ પિતાની રાજગાદી પર આવ્યા. પાંચ લાખ વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું. તે પછી વરસીદાન આપી, મહા શુદિ ૧૩ ના રોજ છઠ્ઠ તપ કરી ૧ હજાર પુરુષો સાથે તેમણે દીક્ષા લીધી. પ્રભુ બે વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. ત્યારબાદ પિશ શુદિ પુનમે તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને અરિષ્ટ આદિ ૪૩ ગણધરો થયા. અઢી લાખમાં બે વર્ષ ઓછા સમય સુધી તેઓ કેવલ્ય પ્રવજ્યમાં વિચર્યા. અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો. ધર્મનાથ પ્રભુના સંધ પરિવારમાં ૬૪ હજાર સાધુ, ૬૨૪૦૦ સાધ્વીઓ, ૨૪૦ હજાર શ્રાવકો અને ૪૧૩ હજાર શ્રાવિકાઓ હતા. છેવટે ૧૦૮ મુનિઓ સાથે એક માસના અનશને જેઠ શુદિ પાંચમે, પ્રભુ સમેત શિખર પર સિદ્ધ થયા. ધર્મનાથ જિનનું એકંદર આયુષ્ય દશ લાખ વર્ષનું હતું.
૧૩૫ નમિ, વિનમિ. અયોધ્યાની આસપાસના પ્રદેશમાં વસતા કચ્છ નામક રાજાને નમિ નામને પુત્ર હતો. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારે તે પ્રભુની આજ્ઞાથી મહાકછ રાજાના વિનમિ પુત્ર સાથે દેશાવર ગયો હતો. પાછા આવતાં તેણે પોતાના પિતાને વનમાં