________________
કરીને ઉદ્યાનની બહાર નીકળી અને જંગલમાં ચાલી ગઈ. ભાઈના ગળા પર તરવાર ચલાવી મણરથ મદન રેખા મેળવવાના સ્વપ્ન સેવતો ઉદ્યાનમાંથી પૂર ઝડપે દોડતો રાજમહેલ તરફ આવત હતો. તે જ વખતે એક ભયંકર સર્પ પર તેનો પગ પડે. સર્પ
ધાયમાન થયો અને તરત જ તેણે જોરથી મણીરથના પગને ડંખ દીધો. મણીરથ ભયંકર ચીસ પાડી તત્કાળ મરણને શરણ થઈ ગ, અને નરકમાં ગયે.
જંગલના ભયાનક કષ્ટ સહન કરતી મદનરેખાએ એક વૃક્ષની એથે આશ્રય લીધે. ત્યાં તેણે એક પુત્રરત્નનો જન્મ આપ્યો. આ પુત્રને એક ચીરમાં વીંટી તેણે વૃક્ષ નીચે મૂકો. પિતાના પતિની વીંટી તે પુત્રને પહેરાવી અને તે સ્નાન કરવા માટે નજીકના સરોવર પર આવી. તેવામાં એક મદોન્મત્ત થયેલો હાથી ત્યાં આવી પહોંચે. અને મદનરેખાને તેણે પોતાની સુંઢમાં લઈ અધર આકાશમાં ઉછાળી. મદનરેખા ભયભીત બની. તેવામાં મણિપ્રભ નામના વિદ્યાધરનું વિમાન આકાશમાર્ગે ઉડતું હતું. તે વિમાનમાં મદનરેખા જઈને પડી. મૃત્યુલોકની અપસરા જેવી સ્ત્રીને દેખી વિદ્યાધરનું મન ચલિત થયું, અને મદનરેખાને પિતાની સ્ત્રી બનાવવાનું તેણે ચિંતવ્યું. તરત તેણે પિતાનું વિમાન પાછું ફેરવ્યું. મદન રેખાએ વિદ્યાધરને પૂછયું. આપ ક્યાં જાઓ છો? મણિપ્રભ બોલ્યાઃ હે દેવી! હું મહારા સાધુ થયેલા પિતાને વંદન કરવા જાઉં છું. પરંતુ તમારા જેવી સુંદર સ્ત્રીનો મહને લાભ મળે, તેથી આ વિમાન પાછું વાળી ઘેર લઈ જઉં છું. તમને ત્યાં મૂકીને પછી જ હું પિતાના દર્શને જઈશ. આ સાંભળી મદનરેખાએ કહયું. મહને પણ સાધુદર્શનની ઈચ્છા છે. તો કૃપા કરી અને સાથે લઈ જાવ. વિદ્યાધર કબુલ થયે. વિમાન સીધે રસ્તે ચાલવા લાગ્યું અને થોડા વખતમાં તેઓ મણિપ્રભના દીક્ષિત પિતા મણુંચૂડ પાસે આવી પહોંચ્યા. બંનેએ તેમને વંદન કર્યું. સાધુ જ્ઞાની હતા. તેઓ મણિપ્રભને દુષ્ટ હેતુ
ઉ છે. તમને
એ કહયું કે વિદ્યાધર કબુલ