________________
જાણી ગયા. એટલે મદન રેખાને નહિ સતાવવાને અને સતી સ્ત્રીને રક્ષણ કરવાનું તેમણે મણિપ્રભને ઉપદેશ આપ્યો. મણિપ્રભ પ્રતિબોધ પામ્યો.
મદનરેખાએ જ્ઞાની મુનિને વંદન કરી પૂછ્યું. મહારાજ, મહારા બાળકને ઝોળીમાં બાંધીને હું વૃક્ષ નીચે મૂકી આવી છું. તો કૃપા કરી કહેશો કે તેની શી સ્થિતિ છે? મુનિ બોલ્યાઃ–હે સતી, મિથિલા નગરીનો પહ્મરથ રાજા ક્રિડા કરવા જંગલમાં આવ્યો હતો, તે તારા પુત્રને જેવાથી પિતાને પુત્ર ન હોવાથી તેને લઈ ગયા છે. જે સર્વ પ્રકારે સુખશાંતિમાં છે. ત્યારા પુત્ર પર રાજાને ઘણો જ પ્રેમ છે. તે બાળકના રાજ્યમાં આવવાથી સર્વ રાજાઓ પમરથને નમ્યાં, તેથી તેનું નામ “નમિરાજ' પાડ્યું છે. આ સાંભળી મદનરેખા ખૂબ આનંદ પામી. તેવામાં એક દેવ નાટયાનંદ કરતો ત્યાં આવી પહોંચ્યો. પ્રથમ તેણે મદનરેખાને વંદન કર્યું અને પછી મુનિને વંદન કર્યું. આ જોઈ વિદ્યાધરે આશ્ચર્ય પામી આમ બનવાનું મુનિને કારણ પુછયું. મુનિએ કહ્યું. મદનરેખા આ દેવની પૂર્વ જન્મની સ્ત્રી છે. ને તેણે પોતાના પતિને મૃત્યુ વખતે ધર્મનું શરણ આપેલું; તેથી ઉપકારને વશ થઈ દેવે આ પ્રમાણે કર્યું છે. આ સાંભળી મણિરથને આનંદ થયો અને તેણે સતીને ધન્યવાદ આપ્યા. તેવામાં આ આવેલો દેવ સતીને વિમાનમાં ઉપાડી ચાલતો થયે.
રસ્તે જતાં તેણે સતીને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, મણીરથ મહને મારી નાખીને રાજમહેલ તરફ જતો હતો, તેવામાં તેને સર્પ કરડવાથી તે મરી ગયો છે અને સુદર્શન નગરનું રાજ્ય હારા મોટા પુત્ર સૂર્યશને મળ્યું છે. માટે હવે તું કહે ત્યાં તને હું લઈ જાઉં. આ સાંભળી ભદનરેખાએ કહ્યુંઃ દેવ! મહારે દીક્ષા લેવી છે તો મને સુવ્રતા આર્માજી પાસે દીક્ષા અપાવો. દેવે તે પ્રમાણે કર્યું. મદનરેખા દીક્ષા લઈ આત્મકલ્યાણ કરવા લાગી.