________________
૧૮૪
દંડ આપીને ધન્નાને છેડાવ્યેા. ધન્નો ધેર આવતાં કુટુંબીઓએ તેના આદર—સત્કાર કર્યાં; પરતુ ભદ્રાએ તેના આદર કર્યાં નહિ. ધન્નાને આશ્ચર્ય થયું. કારણ પૂછતાં ભદ્રાએ જણાવ્યું કે પુત્રના ઘાતક વિજય ચાર, તેને અન્ન આપવાથી મને ક્રોધ કેમ ન થાય? ધન્નાએ કહ્યું, આપણા દુશ્મન વિજય ચાર તેને તું સ્નેહિ તરીકે ગણુ; કેમકે મને જંગલ જવાની ઈચ્છા થવાથી મારી સાથે લઈ જવાની ખાતર અન્ન આપવાની સરતે મારે તેમ કરવું પડયું હતું; પણ ધભાવથી કે પ્રેમ ભાવથી મેં તેને અન્ન આપ્યું નહતું. આ સાંભળી ભદ્રાને સàાષ થા અને તે પતિને પ્રેમથી મળી.
વિજય નામના ચાર ભુખતૃષાથી પીડાઈને, ચાબુક વગેરેના મારથી અશક્ત બનીને,આ ધ્યાનથી કેદખાનામાંજ મરણુ પામ્યા અને મરીને નરકે ગયા, ત્યાં અનંત દુઃખ ભાગવીને સંસાર પરિભ્રમણ કરશે.
તે સમયે રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ધર્મધાષ નામના સ્થવીર પધાર્યાં, ધન્ના સાવા વંદા કરવા ગયા. ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા અને તેણે દીક્ષા લીધી. ઘણા વર્ષ સાધુ પ્રવાઁ પાળી એક માસને સથારેા કરી તે સુધર્મ નામના પહેલા દેવલાકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મેાક્ષમાં જશે.
ન્યાય—જેમ વિજય ચેાર ધન માત્રમાં લુબ્ધ થયા તેમ જૈન સાધુ યા સાધ્વી દીક્ષા લેઇને ધન, માલ, મણિ, રત્ન વગેરેમાં લુબ્ધ થાય, તે સ’સાર પરિભ્રમણ કરવે। પડે જેમ ધન્નાએ તેને સ્નેહિ ગણી આહાર ન આપ્યા, તેમ સાધુ સાધ્વી રૂપ, રસ, વિષય માટે શરીરને ખારાક ન આપતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ માટેજ આપે, તા ધન્નાની માફ્ક સસાર પિરત કરી શકે.