________________
૧૮૩ મારનાસ્ના પગસ્વને કેટવાળે કીનો લીધે, અને વિજય ચેર જે જગ્યાએ રહે ત્યાં જ તે ગયે. ચોરને પકડીને બાંધ્યો અને તપાસ કરતાં સર્વ આભરણો નીકળ્યાં. ત્યાંથી તે ચોરને બાંધી રાજ્ય દરબારમાં લાવ્યો અને તેને કેદખાનામાં પૂસ્વામાં આવ્યું. કાળાન્તરે ધન્ના સાથે વાહને શોક વિસારે પડ્યો.
એક દિવસ ધન્ના સાર્થવાહ રાજ્યના દાણચોરી જેવા કોઈ અલ્પ ગુહા માટે અપરાધમાં આવ્યું, તેથી કેટવાળ તેને કેદખાનામાં લઈ ગ અને જ્યાં વિજય ચોરની કેટલી હતી તેમાં જ તેની સાથે ધજા સાર્થવાહને પણ બાંધીને પૂરવામાં આવ્યા. ધન્ના સાર્થવાહની સ્ત્રી પિતાના પતિ માટે વિવિધ જાતની રસોઈ બનાવીને પંથક નામના દાસની જોડે મોકલાવતી, જે સાર્થવાહ જમતે અને દિવસો વ્યતિત કરતે.
એક વખત વિજય નામના ચોરે, ભુખતૃષાથી પીડાતો હોઈને, આવેલાં ભોજનમાંથી પિતાને થોડુ ક આપવા ધન્નાને વિનંતિ કરી. ધન્નાએ ગુસ્સામાં જવાબ આપ્યો કે હું આ અન્ન વધે તો ફેંકી દઉં, પરંતુ તને તેમાંથી લગાર માત્ર પણ ન આપે. કેમકે તું મારા પુત્રને ઘાતક છે, તેમ કહી તેણે વિજય ચેરને અન્ન ન આપ્યું. ખેરાક ખાવાથી ધન્નાને જંગલ જવાની ઈચ્છા થઈ, તેથી તેણે વિજય ચોરને સાથે આવવા વિનંતિ કરી, પણ વિજય ચેરે તેનું કહેવું માન્યું નહિ. અંતે બહુ આજીજી કરવાથી ધન્ના સાર્થવાહ પોતાને માટે આવેલ ખોરાકમાંથી તેને આપે, એવી સરતે વિજય ચોર ધન્ના સાર્થવાહની સાથે ગયે. બીજે દીવસે ભાત લઈને પંથક આવ્યો અને ધન્નાને આપ્યું. ધન્નાએ પંથકના દેખતા વિજય ચારને તેમાંથી લાગ આખે. પંચક ઘેર ગયે અને ભદ્રાને આ વાત કરી; ભદ્રાને શોકને પાર ન રહ્યો.
કેટલોક વખત વીત્યા બાદ ધન્નાના સગા સંબંધીઓએ રાજાને