________________
૧૭૮
લક્ષ્મી પાપના વેગે પરવારી બેઠા, એટલે તેઓ રાજગૃહમાં આવ્યા. અહિં પણ ધનાએ તેમને આશ્રય આપીને પિતાને ત્યાં રાખ્યા; પરંતુ “સજજન પોતાની સજજનતા છોડે નહિ, અને દુર્જન દુર્જનતા છેડે નહિ” એ નિયમ મુજબ અહિંયા પણ ભાઈઓએ કલેશને આરંભ કરી દીધે; એટલે ધને તે નગર છોડી કૌશાંબીમાં આવ્યો, ત્યાં તેણે રાજાના રત્નની પરીક્ષા કરી, તેથી રાજાએ તેને રત્નમંજરી નામની પોતાની કન્યા પરણાવી, તથા પાંચસો ગામ આપ્યાં. ધનકુમાર ધનપુર નામનું શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યો. તે શહેરમાં પાણીની તંગી હોવાથી તેણે એક મોટું સરોવર ખોદાવવા માંડયું.
દુર્જનને ભાગ્યમાં દુઃખ જ હોય છે એ મુજબ રાજગૃહમાંની વિપુલ સંપત્તિ પણ ધનાના ભાઈઓ ગુમાવી બેઠા, એટલું જ નહિ પણ તેમને ખાવાનાં સાંસા પડવા લાગ્યા. આથી તે બધા મજુરી શોધતા શોધતા ધનપુરમાં આવ્યા. તેમની સાથે ધન્નાની સ્ત્રી સુભદ્રા પણ આવી. સઘળા તળાવ પર કડીયા કામ કરવા લાગ્યા; અને નજીકમાં એક ઝુંપડું બાંધીને રહ્યા. સમય જતાં ધનાને આ ખબર પડી, એટલે તેણે ધીરે ધીરે યુક્તિસર પ્રગટ થવાનું ઈછયું. તેણે પિતાને ત્યાંથી છાશ લઈ જવાનું પોતાના વૃદ્ધ પિતાને કહ્યું. આથી પિતાની ભેજાઈએ તેને ત્યાંથી છાશ લઈ જવા લાગી. તેમને ધનકુમાર આછી પાતળી છાશ આપવાને પ્રબંધ કરતો અને પોતાની સ્ત્રી સુભદ્રાને જાડી છાશ, તથા દહીં, દૂધ વગેરે આપતો. આથી વૃદ્ધ ડેસો ખૂશ થતો. એકવાર ધનાએ પિતાની પત્નીના શિયળની પરીક્ષા કરી; તેણે સુભદ્રાને લલચાવીને પિતાને આધિન થવાનું કહ્યું, પણ સુભદ્રા પોતાના પતિવ્રત્યથી ડગી નહિ, આખરે ધન પ્રગટ થયો. સુભદ્રાના હર્ષનો પાર રહ્યો નહિ. સુભદ્રાને તેની ઝુંપડીમાં ન જવા દેતાં, ધન્નાએ ત્યાંજ રાખી, આથી તેના ભાઈઓ તપાસ કરવા ધન્નાની ડેલીએ આવ્યા. તેમને પણ ધનાએ ત્યાં જ