________________
૧૭.
પિતાના પુત્ર, પુત્રવધુઓ વગેરેને લઈ મજુરી કરવા માટે દેશાવર જવા નીકળ્યા. ફરતા ફરતા સઘળાં ઉજજયિનીમાં આવ્યા, અને ત્યાં મજુરી કરવા લાગ્યા. એકવાર ધનકુમારે તેમને ઓળખ્યા. માતાપિતા તથા ભાઈઓની આવી દુર્દશા થએલી જોઈ તે ખેદ પામે. તેણે સઘળાઓને પોતાના મહેલમાં રાખ્યા. અહિં પણ ધનાના ભાઈઓ તેની અદેખાઈ કરવા લાગ્યા. તેઓએ ધન્નાની મુડીમાં ભાગ માગ્યો. ક્લેશના ભયે ધનાએ સઘળી સંપત્તિ તેમને સ્વાધીન કરી દીધી અને પોતે પરદેશ જવા નીકળ્યો. ગંગા નદીના કિનારા પર આવતાં ગંગાદેવીએ તેના સત્યની પરીક્ષા કરવા માટે પિતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, પરંતુ ધન્યકુમાર પિતાની ટેકમાં વિચલિત ન થયો. આથી પ્રસન્ન થઈને ગંગાદેવીએ તેને ચિંતામણું રત્ન આપ્યું. તે લઈ તે રાજગૃહ નગરમાં આવ્યું, ત્યાં કુસુમપાળ નામક શેઠના બગીચામાં તેણે વિશ્રાન્તિ લીધી. ધન્નાના પગલાથી સૂકાઈ ગયેલો બગીચો નવપલ્લવિત થયો. બાગરક્ષકે શેઠને આ ખબર આપ્યા. શેઠે ધન્નાને પિતાને ત્યાં તેડી જઈ, ભાગ્યશાળી માની તેને કુસુમશ્રી નામની પોતાની પુત્રી પરણાવી. ધન્નો અહિં સુખ ભોગવવા લાગ્યા.
એ અરસામાં શ્રેણિક મહારાજાને હાથી મસ્તીએ ચડે અને બંધન તેડાવી નાઠે; તેને ધનાએ વશ કર્યો. (આ વખતે અભયકુમાર ઉજજયિનીમાં કેદ હતો) તેથી શ્રેણિક રાજાએ પિતાની સેમથી નામક પુત્રી હેને પરણાવી. તે રાજગૃહમાં શાલિભદ્રના પિતા ગભદ્ર શેઠ રહેતા હતા. તેને એક કાણે ઠગ ઠગવા આવેલે, તેનાથી ધનાએ શેઠને બચાવ્યા, તેથી ગભદ્રશેઠે ધનાને પોતાની પુત્રી સુભદ્રા પરણાવી. ધન્યકુમાર મનુષ્ય સંબંધીના સુખ ભોગવત સુખેથી દિવસો પસાર કરવા લાગ્યો. પરંતુ હજુયે તેને માટે શાંતિથી બેસવાનું ન હતું. ઉજ્જયિનીમાં રહેલા તેના ભાઈઓ ઘેડા જ વખતમાં બધી
૧૧