________________
૧૭૫ પ્રણામ કર્યા. ત્યારબાદ પુષ્પમાળા કોને પહેરાવવી તે માટે દરેક રાજાઓને વટાવીને પૂર્વના નિયાણા (સંકલ્પ)ને વશ થઈને, તે પાંચ પાંડવોની પાસે આવી, અને તેમના કંઠમાં પુષ્પમાળા પહેરાવી. દ્રુપદરાજાએ પાંચ પાંડવોને સન્માનપૂર્વક રાજ્યભુવનમાં લાવીને દ્રૌપદીનું પાણગ્રહણ કરાવ્યું. પાંચ પાંડવો દ્રૌપદી સાથે પોતાના હસ્તીનાપુર નગરમાં ગયા અને સુખ ભોગવવા લાગ્યા.
એકવાર પાંચ પાંડવો દ્રૌપદી સાથે અંતઃપુરમાં બેઠા હતા. તેવામાં નારદજી આવ્યા. પાંડવોએ ઉભા થઈ નમસ્કાર કર્યો. નારદને અતિ, અસંયતિ, અપ્રત્યાખ્યાની જાણીને દ્રૌપદીએ વંદન ન કર્યું. આથી નારદને લાગ્યું કે પાંચ પાંડવોની સ્ત્રી થઈ છે. તેથી તેને અભિમાન આવ્યું જણાય છે, માટે તેને વિપત્તિ આપવી જોઈએ, એમ ચિંતવી નારદ ત્યાંથી રજા લઈને ગયા.
ત્યાંથી તે અમરકંકા રાજ્યધાનીમાં જઈ પદ્મનાભ રાજા પાસે આવ્યા, અને દ્રૌપદીના રૂપના ઘણુ જ વખાણ કર્યા. રાજાને દ્રૌપદી મેળવવાની ઈચ્છા થઈ તેણે દેવની સહાય માગી. દેવે કહ્યું કે દ્રૌપદીને હું લાવી આપીશ, પરંતુ તે તેની સાથે નેહ બાંધવામાં સફળ થઈશ નહિ. તે મહા સતી અને પતિવ્રતા છે. પદ્મનાભના તપથી દેવ આવ્યો. તેણે હસ્તિનાપુરમાંથી પલંગમાં સૂતેલી દ્રૌપદીને ઉપાડી અમરકંકામાં લાવ્યો. રાજાએ દ્રૌપદીને ઘણું સમજાવી. પણ તે સફળ થયો નહિ. પાંડવોને ખબર પડી. નારદજી આવ્યા. વાત કરી, નારદે અમરકંકામાં એકવાર દ્રૌપદીને જોઈ હતી તેમ કહ્યું. પરિણામે પાંડવો તથા શ્રી કૃષ્ણ મહામહેનતે ત્યાં ગયા અને દ્રૌપદીને લાવ્યા. અનુક્રમે સુખ ભોગવતાં દ્રૌપદીને પુત્ર થયો. પાંડુસેન તેનું નામ પાડયું. કુમાર યુવાવસ્થાને પામ્યો.
એકવાર સ્થવર મહાત્મા પધાર્યા. પાંડે દ્રૌપદી સાથે વંદન