________________
શ્રાવસ્તિ નગરીમાં આવ્યો. ત્યારે બંધક કુમારે જૈન ધર્મની ઘણું પ્રશંસા કરી. આ તેનાથી ખમાયું નહિ. તેણે જૈન ધર્મની નિંદા કરવા માંડી. પણ બંધક કુમારની વિદ્વતા આગળ પાલક હારી ગયો તેથી બંધક પર તેને વેર બંધાયું. અને તે વેર વાળવાના નિશ્ચય પર આવીને પિતાને ગામ કુંભકારમાં આવ્યો.
એકદા પ્રસ્તાવે શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બંધક કુમાર પણ ગયા, પ્રભુએ ધર્મબોધ આપે. અંધક કુમાર પ્રતિબંધ પામ્યા અને માતા પિતાની રજા લઈ ૫૦૦ માણસ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી અને જ્ઞાન ધ્યાનમાં વિચરવા લાગ્યા.
એકવાર ખંધક મુનિએ પિતાની બેનને ઉપદેશ આપવા માટે પાંચસે શિષ્યો સાથે દંડક દેશમાં જવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. પ્રભુ તે સર્વજ્ઞ હતા, એટલે કહ્યું કે હે બંધક મુનિ, તમે ત્યાં જશે તો તમારા પર મૃત્યુનો ઉપસર્ગ આવશે. અને તે ઉપસર્ગ તમને અકલ્યાણકારી અને બીજાને કલ્યાણકારી નીવડશે. ત્યારે બંધક કહ્યું. પ્રભુ, મારા અહિતની સાથે બીજાનું હિત હોય તો હું જવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું –જેમ સુખ ઉપજે તેમ કરે.
બંધક મુનિ પિતાના ૫૦૦ શિષ્ય લઈને દંડક દેશ પ્રતિ પ્રયાણ કરવા લાગ્યા અને પ્રામાનુગ્રામ વિહાર કરતાં દંડક દેશના કુંભકાર નગરના ઉદ્યાનમાં આવી ઉતર્યા. આ વાતની પેલા પાલકને ખબર પડી. તેથી તેણે વેર લેવા માટે એક રાત્રીએ તે બગીચાની બાજુમાં માણસે દ્વારા જમીન ખોદાવીને તેમાં હથીયાર નંખાવ્યા. અને પછી રાજા પાસે જઈને વાત કરી કે ખંધક કુમાર દીક્ષા લઈને આપણા ઉદ્યાનમાં આવ્યા છે, પણ તેનો વિચાર આપણને મારી આપણું રાજ્ય લઈ લેવાનો છે. રાજાએ પાલકને કહ્યું કે તેની કંઈ સાબીતી છે ? પાલકે ઉત્તર આપે, હા, જુઓ, તેમની સાથે પાંચસો