________________
૧૩૯
૧૦૪ જરાસંધ.
રાજગૃહ નગરના બૃહદ્રથ રાજાને તે પુત્ર હતો. પિતાની પછી તે ગાદીએ બેઠે અને અર્ધ ભારતના ત્રણ ખંડ જીતી પ્રતિવાસુદેવ થયો. તેને જીવયા નામે પુત્રી હતી. એક વખત તેણે સમુદ્રવિજય રાજાને સિંહપુરના રાજા સિંહરથને હરાવી, પકડી લાવવાનું કહ્યું અને તે સાથે જણાવ્યું કે તેને પકડી લાવનારને હું મારી જીવયશા નામક પુત્રી પરણાવીશ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવે પોતે લડવા જવાની સમુદ્રવિજય પાસે માગણું કરી અને તે કંસને લઈને સિંહરથ સામે લડવા ગયા. લડાઈમાં સિંહરથ રાજાને કેદ કરી જરાસંધ આગળ રજુ કર્યો. જરાસંઘે વસુદેવને પોતાની પુત્રી છવયશા આપવાનું કહ્યું, ત્યારે વસુદેવે કહ્યું કે સિંહને પકડનાર ઉગ્રસેન રાજાને પુત્ર આ કેસ છે, માટે તેમની સાથે આપની પુત્રી છવયશા પરણાવો. આથી જરાસંઘે પિતાની પુત્રી કંસને પરણાવી. અને નગરની માગણમાં કંસે મથુરા માગ્યું તે જરાસંઘે તેને આપ્યું. કંસ લશ્કર લઈ મથુરા આવ્યો અને ઉગ્રસેનને કેદ કરી પોતે રાજા થયો. પાછળથી કંસને શ્રીકૃષ્ણ માર્યો, તેથી છવયશા પોતાના બાપ જરાસંઘ આગળ ફરિયાદ કરવા ગઈ. આથી જરાસંઘે સમુદ્રવિજય પાસે રામ (બળભદ્ર) તથા કૃષ્ણની માગણી કરી, પણ સમુદ્રવિજયને પુત્રોને સંહાર માટે સોંપવા ઉચિત ન લાગવાથી તેમ જ જરાસંઘ જેવા સમર્થ પ્રતિવાસુદેવ સામે લડવા જેટલું સામર્થન હોવાથી,એક નૈમિત્તિકની સલાહથી તેઓ મથુરા અને સૌરીપુરથી નાસી પશ્ચિમ ભણું ચાલ્યા ગયા. તેમને પકડવા જરાસંઘે પ્રથમ પિતાના પુત્ર કાળને મોકલ્યો, પણ શ્રીકૃષ્ણના પુણ્ય બળે રસ્તામાં દેવોએ તેને માર્યો. યાદ આગળ વધ્યા. સમુદ્રકાંઠે આવી શ્રીકૃષ્ણ અઠમ તપ કર્યો. આથી દેવે આવી તેમને દ્વારિકા નગરી વસાવી આપી. યાદવોએ દ્વારિકામાં કૃષ્ણને રાજા ઠરાવ્યો. આ વાત જરાસંઘે જાણવાથી તે