________________
૧૫૬
વૈર વાળ્યું. ત્રિપૃષ્ટ, શ્રેયાંસનાથ તીર્થંકરના વખતમાં ૮૪ લાખ વર્ષોંનું આયુષ્ય ભાગવી મૃત્યુ પામ્યા અને સાતમી નરકે ગયે.
૧૧૮ ત્રિશલાદેવી.
તે ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની રાણી અને પ્રભુ મહાવીરની માતા હતા. તેમને નદીવન અને વમાન ( મહાવીર ) એ એ પુત્રા ઉપરાંત એક પુત્રી હતી. ત્રિશલાદેવી એ વિશાળા નગરીના ચેડા રાજાની બહેન થતા હતા. તે પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં શ્રાવકધમ પાળતા. ભ. મહાવીર દેવે દીક્ષા લીધી, તે પહેલાં તેઓ કાળધર્મ પામી દશા દેવલેાકમાં ગયા.
૧૧૯ તેતલીપ્રધાન.
તેતલીપુર નામનું નગર હતું. તેમાં કનકરથ નામનેા રાજા રાજ્ય કરતા હતા. તેને મહાબુદ્ધિશાળી તેતલીપુત્ર નામના પ્રધાન હતા. તે પ્રધાન એક વાર ઘેાડેસ્વાર થઇને કેટલાક સ્વારા સાથે કરવા જતા હતા. રસ્તામાં તેણે એક ભવ્ય મકાનની અગાસીમાં એક સુંદર બાળાને જોઈ. આ બાળા સર્વાંગ સુંદર અને અપૂર્વ લાવણ્યવાળી હતી. પ્રધાન આ બાળાને જોઈ મેાહિત થયા. પ્રધાન ઘેર આવ્યા. પરંતુ તેને ચેન પડયું નહી. તેથી પેાતાના માણસને ખેાલાવીને પેલી બાળા કાણુ છે તેની તપાસ કરાવી. માણસેાદ્રારા જાણ્યું કે તે એક મહા ઋદ્ધિવંત કાલાદે નામે સાનીની પુત્રી છે. અને તેનું નામ પોટ્ટીલા છે. પ્રધાનને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઇ, તેથી દૂત દ્વારા સાનીને ત્યાં તેની પુત્રી તેતલીપુત્ર પ્રધાનને આપવા કહેણ મેાકલાવ્યું. દૂતા ગયા અને વાત કરી. સેાની પેાતાની ઇજ્જત આબરુ વધશે એમ ધારી માગું કબુલ કર્યું, પ્રધાન આ પેટ્ટીલા કન્યાને પરણ્યા અને અનેક પ્રકારના સુખ ભાગવવા લાગ્યા.
તે નગરને કનકરથ રાજા સ્ત્રીઓનાં રૂપ સૌ દ માં મુગ્ધ હતા