________________
૧૫૫
મનઃકલ્પિત પ્રવર્યા લઈને અને અજ્ઞાન તપશ્ચર્યા કરીને તામલીતાપસ. ઈશાન દેવલોકમાં દેવ થયો છે, આ પ્રમાણે તેની નિંદા કરી દેવો સ્વસ્થાનકે ગયાં. ઈશાનના દેવદેવીઓએ જાણ્યું કે અમારા ઈદ્ર તામલીતાપસના મૃતદેહની દુર્દશા થઈ છે ! તેથી તેમણે તે વાત તામલીતાપસને કરી. તેથી તે ક્રોધથી લાલચોળ બની, લલાટમાં ભ્રકુટી ચડાવી, બલીચંચાને ઉંચે નીચે ચોતરફ જોવા લાગ્યો. તેના દિવ્ય પ્રભાવથી તે રાધાની અશિના અંગાર જેવી લાગવા લાગી. તેથી ત્યાંના દેવદેવીઓ બીકથી થરથરવા લાગ્યા. ઈશાન–ઈકને ક્રોધ જાણું તેઓ તેમની પાસે આવ્યાં અને ક્ષમા માગી. પુનઃ આવું કામ નહિ કરવાનું કહ્યું. ઈશાનઈદ્ર તેજુલેશ્યા પાછી ખેંચી લીધી. તે વખતથી. બલીચંચાના દેવ ઈશાનઈદની આજ્ઞા પાળે છે.
૧૧૭ ત્રિપૃષ્ટ વાસુદેવ. પિતનપુર નગરમાં પ્રજાપતિ નામે સજા હતો. તેને મૃગાવતી નામની રાણી હતી. તેનાથી ત્રિપૃષ્ટ નામે મહા બલિષ્ઠ પુત્ર થયો. તેઓ અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવને મારી પહેલા વાસુદેવ થયા. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત, અને તે ભારતના પુત્ર મરિચિન જીવ તે આ ત્રિપુષ્ટ, તથા ભ૦ મહાવીરનો કેટલાક ભવો પહેલાનો જીવ તે પણ આ ત્રિપૃષ્ઠ. ત્રિપૃષ્ટિને સંગીતનો ઘણો શોખ હતો. તેણે એકવાર પિતાના શય્યા પાલકને કહ્યું કે હું ઉંઘી જાઉં ત્યારે આ ગવૈયાનું ગાન બંધ કરાવજે. ગવૈયાના મધુર સંગીતના સ્વાદમાં ત્રિપૃષ્ટ ઉંઘી જવા છતાં શય્યા પાલક ગાન બંધ ન કરાવ્યું, આથી ત્રિપૃષ્ઠ જાગી જતાં તેને પારાવાર ક્રોધ ચડયો અને તે શય્યા પાલકેના કાનમાં ઉનું–ધગધગતું સીસું રેડાવ્યું. શિય્યાપાલક ત્રાસ પામી મરણ પામ્યો. આ નિકાચિત કર્મબંધને ઉદય ભ. મહાવીરના ભાવમાં તેને આવ્યો, અને તે શય્યાપાલકના જીવે ભરવાડ રૂપે પ્રભુ મહાવીરના કાનમાં વૃક્ષની ખીલીઓ ઠોકી દારૂણ વેદના ઉપજાવી અને પોતાનું