________________
જ૮
ચી આપી. કુમાર સુખપૂર્વક રહેવા લાગે. કેટલાક વર્ષે રાજા મૃત્યુ પામ્યા અને સિંહસેનકુમારને ગાદી મળી. પાંચસો સ્ત્રીઓમાં સામદેવી તેની પટરાણ હતી. સિંહસેન સામંદેવી રાષ્ટ્રમાં મોહાંધ બન્યો હતો. અને બાકીની કોઈ સ્ત્રીનો તે આદર કરતો નહિ તેથી બાકીની ૪૯૯ સ્ત્રીઓએ મળીને સામદેવીને મારી નાખવાને વિચાર કર્યો. આ વાતની સામદેવીને ખબર પડી. તેથી તે શોકભુવનમાં જઈને આર્તધ્યાન ધરતી ચિંતામગ્ન થઈને બેઠી. રાજા આવ્ય, ચિંતાનું કારણ પૂછતાં તેણે હકીકત જાહેર કરી. રાજાએ ઉપાય કરવાનું આશ્વાસન આપી રાણીને સંતુષ્ટ કરી.
રાજાએ માણસો દ્વારા એક “મહેમાન ઘર બંધાવ્યું. અને તેમાં આવવા માટે તેની ૪૯૯ રાણીઓને નોતરી. રાણીઓ ત્યાં આવી. રાજાએ તેમના માટે સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્રાભૂષણ, ફળ કુલ ગંધમાળા વગેરે મોકલાવ્યાં. રાણીઓ ખુશી થઈ. ભજન કરી, સુંદર અલંકારો છે તેઓ સઘળી નૃત્યગાન કરતી આનંદ કરવા લાગી. એટલામાં સિંહસેન પોતાના માણસો સાથે ત્યાં આવ્યો. તેણે મહેમાનઘરના ચારે તરફના દરવાજા બંધ કરાવી, મકાનને આગ લગાડી. ૪૯૮ રાણીઓ પીડાથી આક્રંદ કરતી બળીને ભસ્મ થઈ ગઈ
સિંહસેન રાજા ઘેર પાપ કર્મથી ભરીને છઠી નરકમાં ગયો. ત્યાંથી નીકળી રે હિડ નગરમાં દત્ત સાર્થવાહની સ્ત્રી કહુશ્રીની કુક્ષિમાં પુત્રીપણે તે ઉત્પન્ન થયો. આ પુત્રીનું નામ દેવદત્તા. તે ઘણું ખૂબસુરત હતી. બાલ્યાવસ્થા વિતાવી યુવાન બની.
એકવાર દેવદત્તા નહાઈ ધોઈ, વસ્ત્રાલંકાર પહેરી આનંદ કરી રહી હતી, તેવામાં રોહીડ નગરને સમણુદા નામને રાજા તેના ઘર પાસેથી નીકળ્યો. દેવદત્તાનું રૂપ જોઈ રાજા વિસ્મય પામ્યું. તપાસ કરતાં જણાયું કે તે દત્ત સાર્થવાહની પુત્રી દેવદત્તા છે અને તે કુંવારી છે.