________________
રાજાએ પોતાના યુવરાજને માટે દત્તને ત્યાં તે પુત્રીનું માગું કરાવ્યું. દત્ત સાર્થવાહ કબુલ થયો. વિવાહ નક્કી થયે. અને ઘણીજ ધામધુમથી દેવદત્તા તથા યુવરાજ પુસનંદી લગ્નથી જોડાયાં.
ત્યારબાદ સમણુદત્ત રાજા મરી ગયે. પુસનંદી રાજગાદી પર આવ્યું. અને તે પોતાની મા શ્રીદેવીનો ભક્ત બની ગયે. રેજ શ્રીદેવીના પગમાં પડે, તેને વંદન કરે અને ઘણી વખત તે ત્યાંજ ગાળે. આથી દેવદત્તાને અદેખાઈ થઈ આવી, અને તેણી શ્રીદેવીને ઘાટ ઘડવાને વિચાર કરવા લાગી. એકવાર શ્રીદેવી એકાંતમાં બેઠી હતી. પાસે કોઈજ ન હતું. આ તકનો લાભ લઈ દેવદત્તા ત્યાં આવી પહોંચી. તેણે એક લોખંડનો ખીલે તપાવ્યો. અને જ્યારે તે ખીલો ખૂબલાલચોળ થયે, ત્યારે તેણે તે લઈને શ્રીદેવીના ગુહ્ય અંગમાં પેસાડી દીધો. તેથી તે ખૂબ જોરથી કારમી ચીસ પાડીને મૃત્યુને શરણ થઈ ગઈ આ ભયાનક ચીસ સાંભળીને દાસી એકદમ ત્યાં દેડી આવી. એવામાં દેવદત્તાને તેણે નાસતી જોઈ. શ્રીદેવીને મરણ પામેલી દેખીને તેને ઘણું દુઃખ થયું. આ વાત તરત તેણે રાજા પાસે જઈને જાહેર કરી. વાત સાંભળતાંજ પુસનંદી મૂછિત થઈને જમીન પર ઢળી પડવ્યો. કેટલીક વારે શુદ્ધિ આવ્યા બાદ તે ઘણું રોયો. પછી તેણે માતાની મૃત્યુક્રિયા કરી. રાજાએ દેવદત્તાને પકડી મંગાવી. તેને બાંધો, અને ફાંસીનો હુકમ ફરમાવ્યો.
હુકમ મુજબ તેને ફાંસીએ ચડાવવામાં આવી. અને મરીને તે પહેલી નરકે ગઈ. ત્યાંથી નીકળીને તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં થઈ પશુ, પક્ષી, તિર્યંચાદિનમાં ભટકી, અનંત સંસાર પરિભ્રમણ કરતી યાવત મોક્ષગતિને પામશે.
સાર–નિ અને કામાગ્નિ કેટલા ભયંકર છે, તે આ વાત પરથી સમજાશે.