________________
૧૬૬ રાજા આનંદ પામ્યો અને તેણે તે પિતાને માથે મુકો. મુગટ કેવો શોભે છે તે જાણવા સારું રાજાએ પોતાનું મોં આરીસામાં જોયું. એટલે તેમાં તેને પિતાના બે મહીં દેખાયા. તે ઉપરથી તેનું નામ દ્રિમુખ તરીકે પ્રસિદ્ધ થયું.
ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરહણ ક્રિયા માટે તે મકાનની વચ્ચે તેમણે એક સુશોભિત સ્તંભ ઉભો કર્યો. સ્તંભને વસ્ત્રાલંકારોથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો. રાજા આ ચિત્રશાળાની આરોહણ ક્રિયા કરવા માટે આવ્યો. ચિત્રશાળાની નમુનેદાર કારીગરી જોઈ તે ખૂબ સંતોષ પામ્યો. એટલું જ નહિ પણ સ્તંભની ચમત્કૃતિ અને મોહક દેખાવ જોઈ રાજાના આનંદનો પાર રહ્યો નહિ. તે હર્ષપૂર્વક બારોટ પ્રત્યે બોલ્યોઃ કેમ બારોટજી. હવે આ ચિત્રશાળા બરાબર છે ને ? બારેટે 'જવાબ આપ્યો: - હા, મહારાજા. અત્યાર સુધી આવી ચિત્રશાળા મેં કયાંઈ
જોઈ નથી. રાજા આનંદ પામી સ્વસ્થાનકે આવ્યો. - કેટલાક દિવસ બાદ પેલો ઉભું કરવામાં આવેલો સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના પરથી વસ્ત્રાલંકાર ઉતારી લઈને માણસોએ તે લાકડાનો સ્તંભ ચિત્રશાળાના એક ખુણામાં આડે ફેંકી દીધો. વખત જતાં આ લાકડા પર રજ ધૂળ વગેરે જમા થયું. પરિણામે સ્તંભ તદન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયો. એકદા પ્રસંગે રાજા ફરીથી આ ચિત્ર-સભામાં આવ્યો. ત્યાં તેણે એક ખૂણામાં લાકડાનું ઠુંઠું પડેલું જોયું. તે જોઈને તેણે પાસે ઉભેલા રક્ષકને પૂછયું. અલ્યા, આ લાકડું અહિં કેમ મૂકયું છે? રક્ષકે જવાબ આપ્યઃ-મહારાજા, આપે સભામંડપ કરાવ્યો, તે વખતે જે સ્તંભ ખોડવામાં આવ્યો હતો, તે સ્તંભ ઉતારી લઈને અહિયાં મુકયો છે.