________________
૧૬૨
રાત્રિએ સુખમાં સૂતા હતા. તે વખતે પંથક નામના શિષ્ય ક્ષમાશ્રમણ લેતા પિતાના માથાથી શલગ ઋષિના પગને સંઘર્ષણ કર્યું. શેલગઋષિ જાગી ગયા અને પંથક ઉપર ક્રોધિષ્ટ બન્યા. પંથકે કારણ જણાવી ક્ષમા માગી. પંથકન વિનયભાવ જોઈ શલગને વિચાર થે કે અહો! રાજ્યપાટ છેડીને મેં દીક્ષા લીધી, છતાં હું સરસ આહારમાં લુબ્ધ બનીને શિથિલાચારી બન્યો. ધિક્કાર છે મને, એમ કહી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને પાપની આલોચના કરી શુદ્ધ થયા. ત્યારબાદ છેડીને ગયેલા પેલા શિષ્યો તેમને સાધુના ખરા ભાવમાં આવેલા જાણી શેલગને મળ્યા. આખરે ઘણાં વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળી શેલગ રાજર્ષિ પણ મેક્ષ ગતિને પામ્યાં. ન્યાય–જે કઈ સાધુ સાધ્વી શેલગ રાજર્ષિની માફક દીક્ષા લઇને પ્રમાદ
પણે વિચરે, તો આ લોકમાં નિંદાને પાત્ર થઈ સંસારચક્રમાં પરિભ્રમણ કરે, અને જે પ્રમાદ રહિત ભાવ સાધુપણે વિચરે, પ્રભુઆજ્ઞામાં રહી જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરે તો ચાર તીર્થમાં પૂજ્યનિક અને અને ચાર ગતિને અંત કરી સિદ્ધગતિને પામે.
૧૨૧ દત્ત, કાશી નગરમાં અગ્નિસિંહ નામે રાજા હતો, તેને શેષવતી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થયે, તેનું નામ દત્ત. તેણે અલ્હાદ નામના પ્રતિવાસુદેવને માર્યો, જેથી તે ૭મે વાસુદેવ કહેવાય. પ૬ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી, અરનાથ અને મલ્લીનાથ પ્રભુના આંતરામાં તે મૃત્યુ પામીને પાંચમી નરકે ગયો.
૧૨૨ દમયંતી. વૈદર્ભદેશમાં કુંડનપુર નગરના ભીમક રાજાની પુત્રી અને અયોધ્યાપતિ નળરાજાની પત્ની સતી દમયંતી સ્વયંવર મંડપમાં અનેક સુરનરાદિકને છેડી નળરાજા સાથે લગ્નથી જોડાઈ તેમને બે બાળક થયા હતા. પાછળથી નળ પિતાના ભાઈ