________________
૧૫૮
નહી, પણ તમારે જે ઈચ્છા હોય તો હું સર્વજ્ઞ પ્રભુને વિચિત્ર ધર્મ સમજાવું, પિટ્ટીલાએ હા કહી. આર્યાજીએ ધર્મ બોધ આપે. પિટ્ટીલા પ્રતિબંધ પામી અને બારવ્રત અંગીકાર કર્યો. ત્યાર બાદ કેટલોક સમય વિત્યા છતાં તેટલીપુત્રને પોઢીલા પર પ્રેમ આવ્યો નહી, તેથી પિટ્ટીલાને દીક્ષા લેવાની અભિલાષા થઈ અને પતિની આજ્ઞા ભાગી. પતિએ કહ્યું કે તમે દીક્ષા લઈને દેવ થાવ, તો મહને બોધ પમાડે એવી શરતે હું રજા આપું. પટ્ટીલાએ તે કબુલ્યું અને દીક્ષા લીધી. તપ જપ સંવર ક્રિયાઓ અને અંતિમ સંથારે કરી પિટ્ટીલા દેવલોકમાં ગઈ
કનકરથ નામનો રાજા વખત જતાં ગુજરી ગયો. તેને પુત્ર ન હોવાથી, ગાદી કોને આપવી તે માટે નગરજનો વિચારમાં પડ્યા. પછી તે સર્વે તેટલીપુત્ર પાસે ગયા અને રાજ્યપુત્ર કોઈ હોય તે લાવી આપવાની વિનંતિ કરી. પ્રધાને પ્રથમની હકીક્ત જાહેર કરી. લોકો ખુશી થયાં, અને કનકધ્વજ કુમારને રાજ્યાસને સ્થાપ્યો. કનકધ્વજ પણ તેટલીપુત્ર પર ઘણો જ પ્રેમ રાખતો અને દરેક કાર્યમાં તેની જ મુખ્ય સલાહ લેતો. તેટલીપુત્ર રાજ્યકાર્યભારના વૈભવમાં અને મોજશોખમાં રહેવા લાગ્યો. આ વાતની પિટ્ટિીલ દેવને ખબર પડી, તેથી તેણે રાજા અને પ્રધાન ઉભય વચ્ચે પ્રેમ સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો. પરિણામે કનકધ્વજનો પ્રેમ પ્રધાન ઉપરથી એકાએક ખસી ગયો. પ્રધાનને રાજાએ તેમજ તેના કોઈ પણ અનુચરોએ ભાન ન આપ્યું. પ્રધાન શોકમાં પડ્યો અને આ તિરસ્કૃત જીવન જીવવા કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે, એમ ધારી આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. ઝેરથી, તરવારથી, ફાંસાથી, અગ્નિથી, એમ અનેક પ્રયોગો તેણે કર્યા. છતાં દેવની ચમત્કતિથી એકેયમાં તે સફળ ન થયો. ત્યારે પાટીલ દેવ આવ્યો અને ઉપદેશ આપી પૂછ્યું. હે તેટલીપુત્ર, આગળ મેટી ઉંડી ખાઈ છે, અને પાછળ હાથીને ભય છે, અને બાજુમાં અંધકાર છે, વચ્ચે