________________
૧૫૨
અસારતાનું વર્ણન કર્યું. પરિણામે પ્રભવને દીક્ષા લેવાને અભિલાષ થયા. તેજ રાત્રીએ વિધવિધ દૃષ્ટાંત આપીને જંબુકુમારે પેાતાની આ સ્ત્રીએને બુઝવી. સૌ દીક્ષ! લેવા તત્પર થયા. છેવટે જંબુકુમારે, પ્રભવાદિ ૫૦૦ ચાર, પેાતાના માતાપિતા, આઠ સ્ત્રીએ અને તેમના માતાપિતા એમ પર૬ જણ સાથે દીક્ષા લીધી; અને સુધ ગણુધર સાથે ગ્રામાનુગ્રામ વિચરતા અનેક પ્રશ્નોનું સમાધાન કરી શાસ્ત્રમાં પારગત થયા. તેમણે ૧૬ વર્ષની વયે દીક્ષા લીધો. ૩૬ મા વર્ષે કૈવલ્યજ્ઞાન થયું. ૪૪ વર્ષ કૈવલ્ય પ્રવર્ણાંમાં રહ્યા અને ૮૦ વર્ષોંની ઉંમરે તેઓ મેક્ષ પામ્યા. તેમની પાટે શ્રી પ્રભવસ્વામી ખેઠા.
૧૧૫ ઢઢણકુમાર.
શ્રી કૃષ્ણને ઢંઢા નામે રાણી હતી, તેને એક પુત્ર થયા. નામ ઢઢણકુમાર. એકવાર શ્રી નેમીશ્વર ભગવાન ત્યાં પધાર્યાં. ઢઢણુકુમાર પ્રભુની દેશનામાં ગયા. ત્યાં તેમને વૈરાગ્ય થયા અને માતા પિતાની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. પૂર્વ કર્મના ઉદયે ઢંઢણુમુનિને આહારની પ્રાપ્તિ થતી ન હતી, એટલું જ નિહ પણ ઢઢણુને જો કોઈ બીજા સાધુએ સાથે ગૌચરી જાય, તે તે સાધુઓને પણ આહારની પ્રાપ્તિ ન થાય. આથી ઢઢણમુનિએ એવા અભિગ્રહ લીધે) કે પેાતાની લબ્ધિ વડે આહાર મળે તે જ સ્વીકારવા. આ રીતે છ માસ વીતી ગયા, પણ ઢણમુનિને આહાર મળ્યા નહિ. એકવાર ભગવાન નેમિનાથ ઢઢણમુનિ આદિ શિષ્ય પરીવાર સાથે દ્વારિકામાં પધાર્યાં, ઢઢણમુનિ ગૌચરીએ નીકળ્યા. રસ્તામાં શ્રી કૃષ્ણ મળ્યા, તેમણે ઢઢણમુનિને વંદન કર્યું. આ જોઈ પાસેની એક હવેલીમાં રહેતા ગૃહસ્થને લાગ્યું કે આ મુનિ પ્રભાવશાળી જણાય છે. એમ વિચારી તેણે ઢઢણમુનિને માદક વહેારાવ્યા. તે લઈ મુનિ શ્રી તેમનાથ પાસે આવ્યા. અને પેાતાની લબ્ધિએ મળેલા આહારની વાત કરી, ત્યારે શ્રી તેમનાથે કહ્યું કે તમને મળેલા આહાર તમારી લબ્ધિને નથી,