________________
૧૫૦
આથી સ્ત્રીઓએ જુઠલ શ્રાવકને ભોગવિલાસ કરવાનું આમંત્રણ કર્યું, પણ જુઠલ શ્રાવક પોતાની પ્રતિજ્ઞાથી જરાપણ ડગ્યા નહિ. નિરાશ થઈ સ્ત્રીઓ પાછી ફરી. જુઠલ શ્રાવકે વિચાર્યું કે આજે મને સ્ત્રીઓનાં દર્શન થયા, તે ઠીક થયું નહિ. એમ ધારી તેમણે શ્રાવકની ૧૧ પડિમા ધારણ કરી. અનુક્રમે ૧૦ પડિમાઓ પુરી થયા પછી ૧૧ મી ડિમા લીધી. ૧૯ દિવસો પસાર થતાં તેમને અવધિજ્ઞાન થયું; ત્યારે તેમને જણાયું કે પોતાને અગ્નિને ઉપસર્ગ થશે; અને તેમાં મૃત્યુ થશે. આથી તેમણે જીવનપર્યતનું અનશન કર્યું. એ દરમ્યાન તેમની સ્ત્રીઓ, જેમની અધમ માગણી જુઠલ શ્રાવકે કબુલ રાખી ન હતી, તેઓ વૈર લેવાની ઈચ્છાએ ત્યાં આવી અને ધ્યાન ધરીને જ્યાં જુઠલ શ્રાવક બેઠા છે, તે પૌષધશાળા સળગાવી મૂકી. એકંદર પાંચ વર્ષનું આયુષ્ય, તથા ત્રીસ વર્ષનું શ્રાવકપણે પાળી, બે માસના અનશને જુઠલ શ્રાવક અગ્નિના ઉપસર્ગો મૃત્યુ પામ્યા અને ઈશાન દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેક્ષમાં જશે.
૧૧૪ જબુસ્વામી. રાજગૃહ નગરમાં રાજાઓને વિષે શિરોમણી અને ઈદ્ર તુલ્ય મહેદી સમૃદ્ધિવાળા શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેજ નગરમાં ઋષભદત્ત નામે એક ધનાઢય શેઠ રહેતો હતો, તેને ધારિણી નામની સુશીલ અને ધર્મપરાયણ પત્ની હતી. બંનેને સંસારસુખ ભોગવતાં કેટલેક કાળે એક પુત્ર થયો. નામ પાડ્યું જંબુકમાર. માતાપિતાના ગુણો સ્વાભાવિક રીતે બાળકમાં ઉછરે, એ અનુસાર જંબુકુમારની આકૃતિ શાત, તેજસ્વી, વૈરાગ્યવંત દેખી સૌ કોઈને અપાર આનંદ થતો. બાલ્યકાળ વટાવી જંબુકુમાર યૌવનાવસ્થા પામ્યા, ત્યારે તેમના પિતાએ તેમનું લગ્ન કરવાનું ઈચ્છયું. એ અરસામાં જ તેજ નગરના પૃથક પૃથફ આઠ ધનવાન શાહુકારે પિતાની પુત્રીઓનું