________________
૧૪૯
<
છતાં લેાકવ્યવહારે તેણે દાસીને કહ્યું કે:જા, પેલા આંગણે આવેલા ભિખારીને ઘરમાં જે કાંઈ હોય તે આપ. શેઠના ટૂંકમથી દાસીએ ભગવાનને અડદના આકળા વહેારાવ્યા. ભગવાને ત્યાંજ તે ખાકળાનું ભાજન કર્યું, કે તરત જ તે સ્થળે દેવે પંચ દ્રવ્યની વૃષ્ટિ કરી અને ઉદ્ઘાષણા કરી, કે અહેાદાન, મહાદાન' અર્થાત્ ધન્ય છે, સુપાત્રને દાન દીધું—મહાદાન દીધું. આ શબ્દો જીરણ શેઠના સાંભળવામાં આવતાં તે ચમકયા. તેમણે જાણ્યું કે ભ॰ મહાવીરે પુરણ શેઠને ત્યાં પારણું કર્યું, મ્હારી ભાવના ન ફળી ! અહા હું કેવા નિર્જાગી ! એમ ચિંતવી તે શાક કરવા લાગ્યા. કાળાન્તરે જીરણ શેઠ સુપાત્ર દાન આપવાની ભાવનાએ મૃત્યુ પામી દેવલાકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં મેાક્ષ જશે.
૧૧૩ જીલશ્રાવક
પ્રભુ તેમનાથના સમયમાં ભિલપુર નગરમાં એક ધનાઢય ગાથાપિત હતા. તેમની પાસે ૧૬ કરોડ સેાના મહેારેશની રાકડ, તેટલી જ કિંમતની ધરવખરી, અને તેટલી જ મુડી વ્યાપારમાં રાકાયલી હતી. તે ઉપરાંત ગાયાના ૧૬ ગાકુળ હતા. તેઓ ૩૨ સ્ત્રીઓ સાથે સંસાર સબંધના વિવિધ સુખ ભાગવતા હતા. પ્રભુ તેમનાથની દેશના સાંભળવાથી તેમને સ્થૂલ વૈરાગ્ય સ્ફૂર્યાં અને પ્રભુ પાસે શ્રાવકના બારવ્રત ધારણ કર્યાં. તેમાં તેમણે માત્ર ચણાની દાળ, ચેાખા અને પાણી એ ત્રણ જ વસ્તુની ખાવા માટે છૂટ રાખી, બાકીના સઘળાં દ્રવ્યેાનો ત્યાગ કર્યાં, તેમ જ એક વીંટી સિવાયના બીજાં તમામ આભરણા ત્યાગ્યા, બહુમૂલાં વસ્ત્રો ત્યાગ્યા; મૈથુનના સથા ત્યાગ કર્યાં, વળી છઠ, અઢમાદિ સખ્ત તપશ્ચર્યાં કરીને તેમણે શરીરને શાષવી નાખ્યું, શરીર કૃષ થયેલું જોઈ તેમની સ્ત્રીઓએ શરીર દુબળ થયાનું કારણ પૂછ્યું, ત્યારે જીલ શ્રાવકે પ્રભુ તેમનાથ પાસે પાતે શ્રાવકવ્રત અંગીકાર કર્યાંની હકીક્ત કહી.