________________
૧૪૬
થશે; માટે જવું નહીં. પરંતુ તે બંને જણાએ ન માનતાં હઠ કરીને વહાણમાં બેસી પર્યટને નીકળી પડયાં. લવણસમુદ્રમાં મધ્ય દરિયામાં તેઓ પહોંચ્યા ત્યારે નાવ તોફાને ચડયું. વિજળી, ગર્જન થવા લાગી અને પ્રતિકૂળ વાયુને લીધે નાવ ડોલવા લાગ્યું અને ધીમે ધીમે તેમાં પાણી ભરાતાં નાવ ડખ્યું. ઘણા માણસો તેમાં ડૂબી મૂ. કર્મસંયોગે આ બંને જણને તરતાં તરતાં એક લાકડાનું પાટીયું હાથ આવી ગયું. તેના આધારથી તેઓ બંને રત્નકંપ નામના બેટ પાસે આવ્યા. ત્યાં થોડું પાણી દેખીને સંતોષ પામ્યા, અને ત્યાં કિનારે ઉતરી જમીન પર આવ્યા, તે પછી તેઓ પોતાના પર આવેલી આફત માટે પરસ્પર વાતો કરવા લાગ્યા. હવે આ દ્વીપના મધ્ય ભાગના એક મહેલમાં રત્નદીપા નામની એક દેવી રહેતી હતી. તે ઘણીજ ખરાબ હતી. તેણે અવધિજ્ઞાનથી આ બે જણાને બેઠેલા જોયાં. તેથી તે હાથમાં તરવાર લઈ શીધ્ર ગતિથી તેમની પાસે આવી પહોંચી અને બોલી : જો તમે મારી સાથે કામગ ભેગવશો તો હું તમને જીવતા રાખીશ. નહિતો આ તરવારથી તમારા બંનેનાં મસ્તક ઉડાવી દઈશ. તેની વક્રતાના ભયથી આ બંને કબુલ થયાં. તેથી તે દેવી તે બંનેને પોતાના મહેલમાં લઈ ગઈ અને તેમની સાથે વિપૂલ ભોગ ભોગવવા લાગી.
એક વખત રત્નદ્વીપા દેવીએ આ બંનેને કહ્યું કે તમે કોઈ વખત ઉગ પામે અને ફરવા જવાનું મન થાય તો બધી દિશામાં જજે, પણ દક્ષિણ દિશાના વનખંડમાં ન જતા, તે મુજબ તેઓ દરેક દિશામાં જતા પણ દક્ષિણ દિશામાં ન જતા. એકવાર તેઓને વિચાર થયો કે દેવીએ દક્ષિણ દિશામાં જવાની શા માટે ના કહી હશે ! ત્યાં કંઈક હેવું જોઈએ. એમ ધારી તેઓ બંને દક્ષિણ દિશામાં જવા તત્પર થયા. ત્યાં જતાં પ્રથમ તેમને એક સર્પના મડદાંની પારાવાર દુર્ગધ આવી તે સહન ન થઈ શકવાથી તેઓ જ્હોં ઢાંકી દક્ષિણ દિશાના વનખંડમાં આવ્યા, ત્યાં એક વધસ્થાન તેમણે જોયું.