________________
૧૪૦.
એક મોટું લશ્કર લઈ દ્વારિકા પર ચડી આવ્યો. જરાસંધ પ્રતિવાસુદેવે વાસુદેવ શ્રીકૃષ્ણને મારવા ચક્રરત્ન છેડયું, તે ચક્ર કૃષ્ણના શરીરની પ્રદક્ષિણા કરી કૃષ્ણના હાથમાં બેઠું, તેજ ચક્રરત્ન વડે શ્રીકૃષ્ણ જરાસંધને નાશ કર્યો.
૧૦૫ જસા. ઈષકાર નગરમાં ભૃગુ નામના પુરોહિતને જસા નામની સ્ત્રી હતી. તે ઈષકાર રાજાની સાથે નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવી હતી. તેમને બે પુત્રો હતા. તે પુત્રો વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે તત્પર થયા, ત્યારે ભૂગુ પુરોહિતને પણ દીક્ષા લેવાનો પિતાનો મનોભાવ થ, તે તેણે પિતાની પત્ની જયાને જણાવ્યો. જયાએ કહ્યું –સ્વામિન, હમણા છેડે વખત આપણે સંસારના સુખ ભોગવીએ, પછી દીક્ષા લઈશું. ત્યારે પુરોહિતે કહ્યું કે આપણા પુત્રો જ્યારે ચારિત્ર ગ્રહણ કરે છે, ત્યારે આપણે ઝાડના ઠુંઠાની જેમ સંસારમાં પડી રહીએ તે નકામું છે. માટે હું તો સંયમ લઈશ જ. આ સાંભળી જસાને પણ દીક્ષિત થવાનો અભિલાષ થયો. અને તેણે તેઓની સાથે દીક્ષા લીધી. સખ્ત તપ, જપ, ક્રિયાઓ કરીને જસા કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગઈ
૧૦૬ જશેભદ્ર. નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવીને, ઈષકાર નગરમાં ભૃગુપુરહિતની જસા નામની સ્ત્રીની કુક્ષિએ તે પુત્રપણે અવતર્યો. તેને દેવભદ્ર નામે બીજે એક ભાઈ હતો. બંને ભાઈઓ દેવલોકમાં સાથે હતા. અહિંયા બંનેને સ્નેહ ઘણે હતો. ભૂગુ પુરોહિતે પિતાના બંને પુત્રોને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત બનાવ્યા અને કહ્યું કે – હમે જૈનના સાધુને કદી સંગ ન કરશે; કારણ કે તેઓ ઝોળીમાં શસ્ત્રો રાખે છે, ને બાળકોને જોર જુલ્મથી સાધુ કરે છે, અને