________________
૧૪૩
તે રાજા પેલી દુર્ગંધમય ખાઈ પાસે થઈને નીકળ્યા. ખાઈની દુર્ગંધીથી રાજાએ નાક આડું વસ્ત્ર ધર્યું" અને આગળ જઇને પ્રધાનને કહ્યું કે આ ખાઈનું પાણી દુર્ગંધવાળુ છે. કેમ ખરૂં કે નહી ? પ્રધાને જવામ આપ્યા કે પુદ્ગળના સ્વભાવ છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. રાજાને આ સાંભળી નવાઈ લાગી. તેણે કહ્યું કે પ્રધાનજી, તમે કદાગ્રહી છે. પ્રધાને વિચાર્યું કે રાજા જિનપ્રણિત ભાવાને જાણતા નથી. માટે તેમને સમજાવવાં. પ્રધાને કુંભારને ત્યાંથી ડેા મગાબ્યા અને સધ્યાકાળે, જે વખતે માગ શાંત હતા, અને મનુષ્યાના પગરવને સંચાર ન હતા, તે વખતે પોતે પેલી દુર્ગંધી ખાઈની પાસે ગયા અને તેમાંથી પેલા ઘડામાં પાણી ભર્યું. તેમાં રાખ નાખીને ઘડાને બંધ કર્યાં, અને સાત દિવસ સુધી રાખ્યા. ત્યારબાદ તેમાંનું પાણી ઠલવીને ખીજા ઘડામાં નાખ્યું અને તેમાં રાખ નાખીને ઘડાને બંધ કરી સાત દિવસ સુધી રાખ્યા. એમ વારંવાર કરતાં સાત અઠવાડીયા સુધી પાણી બદલાવ્યા કર્યું. પરિણામે તે પાણી આરાગ્યકારી, સ્વચ્છ સ્ફાટિક રત્ન સમાન, દુર્ગંધ વગરનું બની ગયું. પછી સુબુદ્ધિપ્રધાને માણસાને કહ્યું કે આ પાણી જિતશત્રુ રાજાને ભાજન વખતે આપજો. માણસાએ તે પ્રમાણે કર્યું. રાજાએ પાણી પીધું અને ઘણા જ વિસ્મય પામ્યા અને કહ્યું કે આ પાણી ઘણું જ આનંદકારી છે. કયાંથી લાવ્યા ? માણસેાએ કહ્યું કે આ પાણી અમને મુબુદ્ધિપ્રધાને આપ્યું છે. રાજાએ પ્રધાનને ખેાલાવીને પૂછ્યું. ત્યારે પ્રધાને કહ્યું કે આ પેલી ખાઈનું પાણી છે. રાજાએ માન્યું નહી. પ્રધાને સવ કીકત કહી. છતાં રાજાને વિશ્વાસ ન આવ્યા તેથી રાજાએ માણસા દ્વારા ખાઈનું પાણી મગાવ્યું અને ધડામાં ભરી સ્વચ્છ કરાવ્યું. તો પાણી સ્વચ્છ, પીવા ચેાગ્ય થયું. રાજા આશ્રય પામ્યા. પ્રધાને જિનપ્રણિત ધર્મ સંભળાવ્યા. રાજા તે સાંભળી ખારવ્રતધારી શ્રાવક થયા. કેટલાક સમય બાદ કાઈ સ્થવીર મહાત્મા ચંપાનગરીમાં પધાર્યાં. સુબુદ્ધિપ્રધાન અને જીતશત્રુ રાજા વંદન કરવા ગયા. મુનિએ ધર્મ