________________
૧૦૩
૮૩ શાળા (ગોશાલક) રાજગૃહી નગરીની સમીપમાં શ્રવણ નામનું એક ગામ હતું. ત્યાં મંખલી નામે ચિત્રકાર હતો. સાધારણ ચિત્રકામ કરે, દેશ પરદેશ ફરે અને જેમ તેમ કરી પોતાની આજીવિકા ચલાવે. એકવાર મંખલી તથા તેની સ્ત્રી સુભદ્રા પર્યટન કરવા નીકળ્યાં. સુભદ્રા ગર્ભવતી હતી, ગર્ભકાળ સમીપ આવી રહેલો જોઈ એક ગામમાં ગેબદ્દલ નામના ધનાઢ્ય બ્રાહ્મણને ત્યાં ઉતારો કર્યો. બ્રાહ્મણે તેઓને પિતાની ગેલાળાના એક વિભાગમાં ઉતારે આપ્યો. સુભદ્રાએ અહીંયાં એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ગોશાળે. બાલ્યાવસ્થા વીતાવી ગોશાળા જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે તે હાથમાં એક ચિતરેલું પાટીયું લઈને ભિક્ષા અર્થે દેશ પરદેશ ફરવા લાગે.
એકદા પ્રભુ મહાવીર દીક્ષા લઈને પહેલું ચાતુર્માસ અસ્તિ ગ્રામમાં કરીને, બીજું ચાતુર્માસ રાજગૃહી નગરમાં એક વણકરની શાળામાં રહ્યા હતા, તે વખતે આ ગોશાળે ફરતે ફરતો ત્યાં આવ્યો અને પિતાનો સામાન–વસ્ત્ર વગેરે તેજ શાળાના એક વિભાગમાં મુકી ત્યાં નિવાસ કર્યો. પ્રભુએ મા ખમણનું પહેલું પારણું વિજય શેઠને ત્યાં વિહારીને કર્યું. સુપાત્ર દાન દેવાથી રત્ન, ધન, પુષ્પ વગેરે પંચ દ્રવ્યની વિજયશેઠને ત્યાં દિવ્ય વૃષ્ટિ થઈ. ગામમાં ખબર પડવાથી સૌ કઈ વિજય શેઠને ધન્યવાદ દેવા લાગ્યા.
ગશાળે પણ આ વાત જાણું. તેણે વિચાર્યું કે જો પ્રભુનો શિષ્ય થાઉં, તો મને બહુજ લાભ થાય. તેથી તે મહાવીર પાસે આવ્યું અને કહ્યું –“હે પ્રભુ, હું તમારો શિષ્ય થવા માગું છું, પ્રભુએ આદર ન આપ્યો. કેટલાક વખત બાદ ફરીથી તેણે પ્રભુને એજ વાત કરી. પ્રભુએ હા કહી. એટલે ગોશાળા તેમનો શિષ્ય બન્યા. ગશાળો સાધુ છતાં દરેક વાતમાં અવળો જ હતો. પ્રભુની પ્રશંસા