________________
૧૩૨ સાતમે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૯૩ ગણધર હતા, તેમાં સૌથી મોટા દત્ત હતા.
ચંદ્રપ્રભુના સંઘ પરિવારમાં ર લાખ સાધુ, ૩૮૦ હજાર સાધ્વીઓ, રા લાખ શ્રાવકે અને ૪૯૧ હજાર શ્રાવિકાઓ હતા. એક લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાગ અને ત્રણ માસ એાછા, સમય સુધી પ્રભુ કૈવલ્યજ્ઞાનપણે વિચર્યા અને પછી એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસનો સંથારો કરી ભાદરવા વદિ 9 મે પ્રભુ નિર્વાણ—મોક્ષ પામ્યા, તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું હતું.
૯૮ ચંદ્રયશ માલવદેશની સુદર્શન પુરી નગરીના યુવરાજ યુગબાહુની પત્ની મયણરેહાને તે પુત્ર હતો. પોતાના પિતા યુગબાહુને તેમને મેટાભાઈ મણિરથે ઘાત કર્યો, અને નાસતાં નાસતાં છેવટે સર્પદંશથી મણિરથ પણ મૃત્યુ પામ્યો, એટલે માલવ દેશના રાજ્યનો અધિપતિ ચંદયશ થયો. તેણે રાજ્ય સારી રીતે ચલાવ્યું. એકવાર હેના નાનાભાઈ મિરાજને હાથી તોફાનમાં આવી પોતાની સીમમાં આવી ચડ્યો. ચંદ્રશે તેને વશ કરી કબજે લીધે. નમિરાજે તે પાછો ભાગ્યો, ચંદ્રશે આ નહિ, આથી બંને ભાઈઓ યુધ્ધ ચડયા. પિતે બંને ભાઈઓ છે એવું એક બીજા જાણતા ન હતા. આખરે ભયણરેહા, જે સાધ્વી થઈ હતી, તેણે બંનેની ઓળખાણ કરાવી; પરિણામે યુદ્ધ બંધ રહ્યું અને માળવદેશનું રાજ્ય નમિરાજને સુપ્રત કરી ચંદ્રયશ રાજાએ દીક્ષા લીધી અને તે દેવલોકમાં ગયા.
- ૯૯ જમાલી. ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામને ક્ષત્રિય કુમાર હતું. તે રિદ્ધિ સિદ્ધિમાં સુવિખ્યાત હતો. એક વાર પ્રભુ મહાવીર વિહાર