________________
૧૩૪
આ સાંભળી ગૌતમ અણગારે કહ્યું, કે જે તમે કેવળી હે તો કહે, કે –લેક શાશ્વત કે અશાશ્વત. જીવ શાશ્વત કે અશાશ્વત? - જમાલી જવાબ ન આપી શક્યા. પ્રભુએ કહ્યું કે મહારા છમસ્થ શિષ્યો પણ આનો જવાબ આપી શકે છે. પણ જેવું તમે બેલો છે તેવું હું બોલતો નથી. એમ કહી પ્રભુએ લોક અને જીવનું સ્વરૂપ સમજાવ્યું. છતાં તેમણે માન્યું નહીં અને પ્રભુથી જુદા પડી, વિરૂદ્ધ પ્રરૂપણ કરતા વિચારવા લાગ્યા. ઘણા વર્ષ સાધુ પ્રવર્યા પાળીને, અભિનિવેશક મિથ્યાત્વના ઉદયથી તે મરીને છઠા તંતક દેવકમાં કિલ્વીથી દેવ થયા. સંસાર પક્ષે જમાલી પ્રભુ મહાવીરના જમાઈ થતા હતા.
૧૦૦ જયાષ તેઓ વણારસી નગરીમાં બ્રાહ્મણ કુળમાં અવતર્યા હતા; પરંતુ જૈન ધર્મની ઉત્કૃષ્ટતા નિરખી તેમણે પંચમહાવ્રત રૂપે જન ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. ફરતા ફરતા તેઓ એજ વણુંરસી નગરીમાં પધાર્યા અને મનોરમ નામક ઉદ્યાનમાં ઉતર્યા. તેજ નગરીમાં વિજયઘોષ નામના ચાર વેદમાં પારંગત એવા એક બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો હતો, તે યજ્ઞના સ્થાને જયઘોષ મુનિ માસક્ષમણના પારણે ભિક્ષા લેવા માટે આવી ઉભા. મુનિને દેખી વિઘોષ બોલ્યો –હે ભિક્ષુ, આ તે વિપ્રનું ઘર છે. જે વિપ્ર વેદને જાણ હોય, જે યજ્ઞનો અર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર તથા વિપ્રશાસ્ત્રના છે અંગને પારગામી હોય, તેમજ જે ધર્મશાસ્ત્રનો જ્ઞાત હાય તથા પિતાના અને પરના આત્માને જે સંસાર સમુદ્રથી તારવા સમર્થ હેય, તેવા વિપ્રોને માટે જ આ અન્ન નીપજાવેલું છે; તારા જેવાને માટે આ રસોઈ બનાવી નથી, માટે આમાંથી તને કાંઈ મળશે નહિ, માટે બીજે સ્થળે ભિક્ષા માગવા જા. જયઘોષ મુનિ સમતાના સાગર હતા. તેઓ વિજયઘોષના આ અપમાનિત શબ્દોથી લેશ પણ ક્રોધાયમાન ન થયા. તેમણે વિચાર્યું કે આ વિજયષની